Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આણંદ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન

આણંદ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક  શ્રી પ્રવીણ કુમાર સાહેબની સૂચના થી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. એન. પંચાલ સાહેબ દ્વારા આણંદ ડિવિઝનના તમામ પોસ્ટમાં વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. Anand district Police traffic drive

જે અનુસંધાને ખંભોળજ પોલીસ મથકના પી.એસ.આઇ કે. જી. ચૌધરી તથા ઓડ ઓપી ના પી.એસ.આઇ કે. એસ. બરંડા ના માર્ગદર્શન હેઠળ સારસા ચોકડી ખાતે તથા ઓડ આઉટ પોસ્ટ સામે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે વાહન ચાલકોને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers