Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેમિકલયુક્ત પાણી પીતા ૨૫ થી વધુ ઉંટોના મોત થતાં પશુપાલકોને લાખોનું નુકશાન

ONGC દ્વારા છોડવામાં આવેલ પ્રદુષિત પાણી કે પાઈપલાઈનના લીકેજ થી પાણીનો ભરાવો 

(તસ્વીરઃ વિરલ રાણા) ભરૂચ, વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે ૨૫ થી વધુ ઊંટ મોત ને ભેટી જતા પશુપાલકો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.એક બાદ એક અચાનક ઊંટોએ દમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકશાન થવા પામ્યું હતું. More than 25 camels died after drinking chemical water in Bharuch

GPCB દ્વારા આ મામલે સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.તો ધટના અંગે ભરૂચ કલેકટરને રજૂઆત કરી પાણીની સમસ્યાના નિવારણ અને મોતને ભેટેલા ઊંટોના વળતર અંગે પશુપાલકોએ રજૂઆત કરી હતી.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની ચાંચવેલ ગામની સીમમાં અંદાજીત ૨૦ થી ૨૫ ઊંટના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.જેમાં ગતરોજ ૨૧ મી મેના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં માલધારી લોકો પોતાના અંદાજીત ૭૫ જેટલા ઊંટને લઈને ચાંચવેલ ગામ તળાવ ખાતે પાણી પીવડાવવા માટે જઈ રહ્યા હતા.

ONGC દ્વારા છોડવામાં આવેલ પ્રદુષિત પાણી કે પાઈપલાઈનના લીકેજ થી પાણીનો ભરાવો થતા આ પાણી ઊંટો પી જતા તેમના મોત થયા હોવાના આક્ષેપ પશુ પાલકોના કરવા સાથે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ બાબતની રજૂઆત કરવા પશુપાલકો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પરિવારજનો સાથે ઉમટ્યા હતા

અને કલેક્ટરને રજૂઆત કરી વળતરની માંગણી કરી હતી.સાથે જ કચ્છીપૂરા ગામમાં પીવાના પાણીનો પણ પ્રશ્ન હોય આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની પણ માંગ કરવામાં આવી હતી.તો બીજી તરફ સમગ્ર ધટનાની જાણ સામાજીક કાર્યકર અબ્દુલ કામઠીને થતા તેઓએ તાત્કાલિક માલધારી પશુપાલકોને ભરૂચ કલેકટર ખાતે રજુઆત માટે બોલાવ્યા હતા

અને કલેકટરને રજૂઆત કરી વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિવારણ આવે અને તેઓના મોત પામેલા ઊંટોના કારણે થયેલા લાખો રૂપિયાના નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers