Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વાપીના ૬૪ વર્ષના વ્યક્તિએ 14000 ફૂટની ઉંચાઈ પર ટ્રેકિંગ પૂર્ણ કર્યુ

(પ્રતિનિધિ) વાપી, વલસાડ ના વાપીના ૬૪ વર્ષના સિનિયર સિટીજને સાયકલ યાત્રામાં અનેક રેકોર્ડ કર્યા બાદ તાજેતરમાં પંચાચુલીમાં ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ હતું. A 64-year-old man from Vapi completed the trek at a height of 14000 feet

હિમાલય પર્વતમાળા, ઉત્તરાખંડમાં ૧૪૦૦૦ ફુટ ઉંચાઇથી મુશ્કેલ ટ્રેકિંગ પૂર્ણ કરી યુવાનોને પ્રેરણાં આપતી યાત્રા કરી છે. ૬૪ વર્ષની ઉમંરે ૩૦ કિ.મી. ટ્રેકિંગ માઇનસ ૧થી ૭ ડિગ્રી તાપમાનમાં પૂર્ણ કરવામાં સફળતા મળી હતી.

સિનિયર સિટીજને સાયકલ યાત્રામાં અનેક રેકોર્ડ કર્યા ઃ વાપીના ૬૪ વર્ષિય ક્રાંતિભાઇ પટેલ (ભંડારી)એ સાયકલિંગમાં ગુજરાતમાં અનેક સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે.તાજેતરમાં તેઓ પંચાચુલીમાં ટ્રેકિંગ માટે ગયા હતાં. જયાં હિમાલય પર્વતમાળા, ઉત્તરાખંડમાં ૧૪૦૦૦ ફુટ ઉંચાઇથી મુશ્કેલ ટ્રેકિંગ સફળતાં પૂર્વક પૂર્ણ કર્યુ હતું.

૬૪ વર્ષની ઉમંરે ૩૦ કિ.મી. ટ્રેકિંગ માઇનસ ૧થી ૭ ડિગ્રી તાપમાનમાં કોઇ પણ જાતની મુશ્કેલી વગર ૩૦ કિ.મી.ની યાત્રા પૂર્ણ કરી હતી.

અહીં ખુબજ મુશ્કેલ અને ખતરનાક ટ્રેકિંગ છે. આ સમયે મૃત્યુની સંભાવના વધુ રહેતી હોય છે. વાપીના ૬૪ વર્ષની ઉંમરે ક્રાંતિભાઇ પટેલે ખતરનાક ટ્રેકિંગ પૂર્ણ કરી ગુજરાત તેમજ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના સૌપ્રથમ વ્યક્તિ બન્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers