Western Times News

Gujarati News

વિકૃત હાલતમાં અજાણી યુવતીનો મૃતદેહ મળતાં પોલીસ દોડતી થઈ

share broker suicide

પ્રતિકાત્મક

વાગરાના અલાદર નજીકથી અજાણી યુવતિનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.તો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પોહોંચી વધુ તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની વહેલી સવારે મુલેરથી દહેજને જાેડતા માર્ગ ઉપર અલાદર ગામ નજીક રોડની સાઈડમાં વિકૃત હાલતમાં એક યુવતીનો મૃતદેહ પડ્યો છે અને મૃતદેહની આસપાસ કાગડાઓ મંડરાઈ રહ્યા હોવાની જાણ મહાવીર સોલ્ટની બહાર દુકાન ચલાવનાર સુરેશ નામના યુવકે અદાલર ગામના સરપંચ વસંત ભાઈને કરી હતી.

બનાવની જાણ થતા જ અલાદર ગામના સરપંચ વસંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી જાેતા રોડની સાઈડમાં વિકૃતમાં હાલતમાં એક અજાણી યુવતીનો મૃતદેહ પડ્યો હતો.મૃતદેહની આસપાસ મૃતક યુવતીના શરીરના અવશેષો પણ જાેવાયા હતા.

અલાદર ગામના સરપંચ વસંતભાઈએ માનવતાના ધોરણે વિકૃત પડેલ મહિલાના મૃતદેહ ઉપર કપડુ ઢાંકી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.ત્યાર બાદ વસંતભાઈએ ઘટના અંગેની જાણ વાગરા પોલીસને કરતા વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યા કે અકસ્માતે મોત છે? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી તેના વાલી વારસોની શોધખોળ આરંભી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.