Western Times News

Gujarati News

આ નગરપાલિકાએ 400 સફાઈ કામદારોને ફેબ્રુઆરી મહિનાથી પગાર આપ્યો નથી

ગોધરા પાલિકાના સફાઈ કામદારોના વહેલા પગાર માટે રજુઆત-તારીખ ૭/૬/૨૦૨૩ સુધી પાલિકા દ્વારા સફાઇ કામદારોનો પગાર કરવામાં નહીં આવે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચિમકી 

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગરપાલિકા દ્વારા સફાઇ કામદારોનો પગાર નિયમિત રીતે કરવામાં ન આવતા પાલિકા સત્તાધીશો ના વહીવટ ને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે

સફાઇ કામદારોને ત્રણ માસથી પગાર ન મળતાં તેઓની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થતાં આજે સફાઈ કામદારોએ વહેલી તકે પગાર કરવામાં આવે તેવી માંગ સાથે સરકારી શ્રમ અધિકારીને રજુઆત કરી હતી આગામી તારીખ ૭/૬/૨૦૨૩ સુધી પાલિકા દ્વારા સફાઇ કામદારોનો પગાર કરવામાં નહીં આવે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.?

ગોધરા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે છેલ્લા કેટલાક સમયથી પાલિકાનો સમગ્ર વહીવટ ખાડે ગયો છે સાથે લાંબા સમયથી પાલિકા ના સફાઈ કામદારોનો પગાર નિયમિત કરવામાં આવતો નથી અને જેના માટે સફાઈ કામદારો છાશવારે હડતાળ પર ઊતરતાં હોય છે

ગોધરા નગરપાલિકામાં અંદાજીત ૪૦૦ જેટલા સફાઈ કામદારો ફરજ બજાવે છે અને શહેરને સ્વચ્છ રાખે છે છેલ્લા ત્રણ માસથી આ સફાઈ કામદારને પગાર ન મળતાં તેઓની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે જેને લઈ પગાર મેળવવા માટે કામદારો પાલિકા સત્તાધીશો ને રજુઆતો તો કરે છે પણ કોઈ ઉકેલ આવતો નથી

આજે સફાઈ કામદારોએ મોટી સંખ્યામાં ભેગા મળીને સરકારી શ્રમ અધિકારીને રજુઆત કરી હતી તેમાં જણાવાયું હતું કે અમો ફેબ્રુઆરી, માર્ચ, અને એપ્રિલ, માસનો પગાર હજી સુધી ગોધરા નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો નથી જાે આગામી દિવસોમાં પાલિકા દ્વારા પગાર કરવામાં નહીં આવે તો

તા.૭/૬/૨૦૨૩ ના રોજથી પાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર કોઈ સમયે ઉતરશે જેની જવાબદારી પાલિકા સત્તાધીશો ની રહેશે ત્યારે હવે જાેવું રહ્યું પાલિકા ના સત્તાધીશો આ સફાઈ કામદારોનો પગાર કેટલા દિવસમાં અને કેટલા માસનો કરે છે તેતો આવનાર દિવસોમાં જ ખબર પડશે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.