શેરબજારમાં નફાની લાલચ આપી કોઈ ફસાવવાનો પ્રયત્ન કરે તો ચેતી જજો!
બેંક એકાઉન્ટની વિગતો આધારે ઘાટલોડિયા પોલીસે રાજસ્થાનના આરોપી સુધી પહોંચી
અમદાવાદ, સોશિયલ મીડિયાનો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ સાયબર ક્રિમિનલો પણ છેતરપિંડીના અવનવા કિમીયા અપનાવી લોકોના નાણા ખંખેરી રહ્યા છે. આવી જ એક ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જેમાં એક આરોપીએ એક વેપારીને ફોન કરી બેન્ક એડવાઈઝર બની શેરબજારના રોકાણમાં નફો અપાવવાની વાતો કરી ૩૫ હજાર મેળવી છેતરપિંડી કરી હતી. જેથી પોલીસે બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.
મેમનગરમાં રહેતા શંકરલાલ કુમાવત મોબાઈલ દુકાન ધરાવી વેપાર કરે છે. વર્ષ ૨૦૨૨માં ઈન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટમાં શેરબજારના રોકાણ સામે વધુ નફો મળવાની પોસ્ટ તેઓએ જાેઈ હતી. તેમાં આપેલી લિન્ક પર જઈને તેઓએ ૩૫ હજારનું રોકાણ કર્યું હતું. પણ કોઈ નફો મળ્યો નહોતો.
આ દરમિયાન તેઓને એક ફોન આવ્યો હતો, જે વ્યક્તિએ પોતાની ઓળખ એડવાઈઝર તરીકેની આપી હતી. રોકાણ પર નફો મળશે તેવી વાતો કરી ફરિયાદીના ૩૫ હજાર બેન્કમાં મેળવી ફ્રોડ કર્યું હતું. જે મામલે ઘાટલોડિયા પોલીસે આરોપીના બેન્ક એકાઉન્ટની માહિતીને આધારે તપાસ કરતા
આરોપી રાજસ્થાનનો હોવાનું સામે આવતા પોલીસે આરોપી દિનેશકુમાર મુરારીલાલ મીણાની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરીએ જણાવ્યું કે, આ છેતરપિંડી કેસમાં બેન્ક એકાઉન્ટની વિગતોના આધારે આરોપી રાજસ્થાન હોવાની માહિતી મળી હતી.