સ્વજનની પીડાને નરી આંખે જોનારા દંપત્તિએ લગ્ન તિથિના દિવસે લીધો મોટો નિર્ણય
દંપતિએ લગ્ન તિથિના દિવસે લીધો મોટો નિર્ણયઃ અંગદાન માટે સંકલ્પપત્ર ભર્યું-કિડની ન મળતા સ્વજન ગુમાવ્યા હતા -લગ્નની રપમી વર્ષગાંઠના દિવસે સંકલ્પપત્ર ભરવાનો નિર્ણય લેવાયો
પાલનપુર, પાલનપુર તાલુકાના જસલેણી ગામના વતની અને પાલનપુર શહેરમાં નોકરી ધંધાર્થે રહેતા પરિવારના સ્વજનને નાની ઉંમરે કિડનીની બિમારીના કારણે જીવ ગુમાવતા ભાઈ-ભાભીએ તે પીડાને નરી આંખે જાેતા આ પ્રકારે અન્ય કોઈ વ્યકિતને એક અંગ માટે જીવ ગુમાવવાનો વારો ન આવે અને જરૂરિયાતમંદ વ્યક્તિને અંગો મળી રહે તે માટે લગ્નની રપમી વર્ષગાંઠના દિવસે અંગદાનનું સંકલ્પપત્ર ભર્યું હતું.
પાલનપુર તાલુકાના જસલેણી ગામના વતની અને હાલ પાલનપુર ફાંસિયા ટેકરા, કંથેરીયા હનુમાન વિસ્તારમાં રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા રૂપલબેન હસમુખભાઈ મકવાણાના દિયર અને ખાનગી નોકરી કરતા હસમુખભાઈ મકવાણાના નાના ભાઈ રાજેશભાઈને ૩૮ વર્ષની નાની ઉંમરે શરીરની બંને કીડનીઓ ફેઈલ થઈ ગઈ હતી
જેથી કિડની માટે નોંધણી કરાવી હતી, પરંતુ પાંચ વર્ષ સુધી કિડની ન મળતા નાની ઉંમરમાં પરિવારના સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વેદના નરી આંખે જાેનારા ભાઈ ભાભીએ આ જાેઈ નકકી કર્યું કે આપણા શરીરના અંગો મૃત્યુ પછી કોઈ કામ આવતા નથી
તો આ અંગોથી કોઈ વ્યક્તિને જીવનદાન મળે તેવુ કેમ ન કરવું જાેઈએ જેથી રૂપલબેન અને હસમુખભાઈની ર૧, મે- ર૦ર૩ રવિવારના રોજ તેમના લગ્ન જીવનના રપ વર્ષ પૂરા થતા તે દિવસે પોતાના શરીરના તમામ અંગોનું દાન કરવાનું નકકી કરી અંગદાનનું ઓનલાઈન ફોર્મ ભરી સંકલ્પ કરી લોકોમાં પ્રેરણાદાયક ઉદાહરણ પુરું પાડયું છે.
પરિવારના બે સભ્યની કિડની યુવકને મેચ થતી હતી પરંતુ કે કિડનીઓવાળા વ્યક્તિઓને કિડનીમાં પથરીની બિમારીહોવાથી તે આપી શકાય તેમ ન હતી તેમજ પાંચ વર્ષ સુધી કોઈ કિડની મળી ન હતી જેથી પરિવારે સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો હતો.