સુરત-કડોદરા-બારડોલીને જોડતા NH6 પરનો અંડરપાસ ખુલતા ટ્રાફિક ઘટશે
સુરત-કડોદરા-બારડોલીને જોડતા નેશનલ હાઇવે-૬ પર કુલ ૯૮.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અંડર પાસના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. જેને કારણે વડોદરાથી નવસારી તરફ જતાં આવતાં મુસાફરોને રાહત રહેશે. કડોદરા ચોકડી પાસે વડોદરાથી મુંબઈ તરફ જતાં આવતા લોકોને પણ ઘણી વખત ટ્રાફિકની સમસ્યાને કારણે હાલાકીનો ભોગ બનવું પડતું હતું.
રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતના માર્ગો અતિ સુગમ અને જન સુખાકારીમાં પરિણામદાયી થઈ રહ્યા છે. ત્યારે આ અંડર પાસના નિર્માણથી વડોદરા મુંબઈ હાઈવે પર સુરત થઈને જતાં લોકોને ટ્રાફિકમાંથી છૂટકારો મળશે.
આ અંડર પાસના નિર્માણથી સુરત બારડોલી વચ્ચે પરિવહનના માધ્યમથી જોડાયેલા ૨૫ લાખ લોકોને ફાયદો થશે અને સમયનો વ્યય નહીં થાય.
આ અંડર પાસ 935 મીટર લાંબો; 23 મીટર પહોળો; 6 લેનની વ્યવસ્થા; અંડર પાસના સેન્ટ્રલમન 5.5 મીટરની ઊંડાણ; ચોમાસામાં પાણીનો નિકાલ માટે 6 પંપની; અંડર પાસની બન્ને બાજુએ સ્ટક્ચર સ્ટેબીલીટી માટે આડા સ્પાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્ટ્રક્ચરને નુકશાન નહિ થાય