Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અક્ષય કુમાર કેદારનાથના દર્શને

મુંબઈ, બાબાના દર્શનથી બહાર આવ્યા બાદ અક્ષય હાથ જાેડીને જાેવા મળે છે અને ત્યાં હાજર લોકો ‘જય ભોલેનાથ’ના નારા લગાવતા જાેવા મળે છે. મંદિરમાં અક્ષયની આસપાસ ભારે ભીડ જાેવા મળે છે અને અક્ષય તેમની સાથે ખૂબ જ આરામથી ઊભો રહેલો જાેવા મળે છે. Akshay Kumar’s visit to Kedarnath

જાેકે અક્ષયને લઈને ત્યાં સુરક્ષા પણ તૈનાત છે, પરંતુ મંદિરમાં તે સામાન્ય ભક્તોની સાથે તેના રંગમાં રંગાયેલો જાેવા મળે છે. અક્ષય કુમાર તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે દહેરાદૂન પહોંચ્યો હતો અને મંગળવારે હેલિપેડથી કેદારનાથ પહોંચ્યો હતો. તેણે અહીં બાબાના દર્શન કર્યા અને પછી તેને રૂરકીમાં શૂટિંગ પણ કરવાનું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાંના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. આ ઘટના બની ત્યારે તે ટાઇગર શ્રોફ સાથે એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

જાેકે, અક્ષયે શૂટિંગ બંધ ના કર્યું અને ઈજાગ્રસ્ત થયા પછી પણ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર માટે વર્ષ ૨૦૨૨ ખૂબ જ ખરાબ રહ્યું છે, તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે અને નબળા રિવ્યુ મળ્યા છે. કોરોના વાયરસ બાદ અક્ષય કુમારની ઘણી ફિલ્મો રિલીઝ થઈ કે જેમાં ‘સૂર્યવંશી’ સિવાય અન્ય તમામ ફિલ્મો જેવી કે સમ્રાટ પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રક્ષાબંધન, રામ સેતુ અને બેલબોટમ ફ્લોપ રહી છે.

આ વર્ષે તે OMG 2 અને Soorarai Pottruની હિન્દી રિમેકની રાહ જાેઈ રહ્યો છે. સાથે જ બડે મિયાં છોટે મિયાં કે જેમાં ટાઇગર શ્રોફ પણ છે તે ૨૦૨૪માં રિલીઝ થવાની છે. અને અક્ષયને તાજેતરમાં જ ફિલ્મના સેટ પર ઈજા થઈ હતી. જાેકે તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તે હેરાફેરીના ત્રીજા ભાગમાં પણ કામ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ પણ ફ્રેન્ચાઈઝીમાં જાેડાયા છે. હેરા ફેરી ૩ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers