Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“હું મારા પાત્રની નેગેટિવિટીથી થાકી ગઈ છું”: આયશા સિંઘ

Ghum Hai Kisikey Pyaar Meiinમાં નહીં જોવા મળે સઈ

મુંબઈ, “ગુમ હૈ કિસી કે પ્યાર મેં” ઓન-એર થયો તેને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને આ દરમિયાન લોકો વચ્ચે તે જબરદસ્ત પોપ્યુલર થયો છે. દર્શકોને પણ આ સીરિયલમાં દેખાડવામાં આવી રહેલા ટિ્‌વસ્ટ શ્ ટર્ન્સ પસંદ આવી રહ્યા છે અને આ જ કારણથી તે ઘણીવાર ટીઆરપી ચાર્ટમાં નંબર ૧નો તાજ મેળવવામાં પણ સફળ રહી છે.

GHKPMના એક-એક પાત્રની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે પરંતુ હવે ચાહકોના ફેવરિટ ચહેરા ગાયબ થવા લાગ્યા છે. પહેલા પાખીના પાત્રમાં જાેવા મળેલી ઐશ્વર્યા શર્માએ શો છોડી દીધો હતો અને હવે તેમા સઈ અને વિરાટના રોલ ભજવી રહેલા આયશા સિંહ અને નીલ ભટ્ટ તેનો સાથ છોડવાના છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં આગામી સમયમાં લીપ આવવાનો છે અને ત્યારબાદથી આયશા સિંહ અને નીલ ભટ્ટ નહીં જાેવા મળે. તેવી ખબર વહેતી થઈ હતી કે, બંનેએ શો છોડવાનો ર્નિણય એટલા માટે લીધો છે કારણ કે તેઓ તેમનાથી મોટી ઉંમરનું પાત્ર ભજવવા માગતા નથી.

હવે આ સીરિયલમાં સઈ અને પાખીના બાળકો મોટા થઈ જશે. એવું પણ કહેવામાં આવતું હતું કે, આ બંને એક્ટર્સ તેમની સેલેરી વધારવામાં આવે તેમ ઈચ્છતા હતા પરંતુ મેકર્સે વાત માની નહીં. હવે આયશા સિંહે ર્નિણય પાછળના કારણનો ખુલાસો કર્યો છે.

ટેલી ચક્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, થોડા સમય બાદ તે સીરિયલમાં નહીં જાેવા મળે. આ પાછળનું કારણ એ જ છે કે તેની કહાણીને આગળ વધારવાની છે, બાકી જે ફી વધારવાની વાતો થઈ રહી છે તે ખોટી છે. હાલમાં સૂત્રોએ જણાવ્યું હતું કે GHKPM શો બંગાળી ડ્રામા કુસુમ ડોલા પરથી બનાવવામાં આવ્યો છે. અમને લાગે છે કે ઓરિજિનલ સ્ટોરીલાઈન સાથે વળગી રહેવું જાેઈએ અને કોઈ પણ નવી સ્ટોરીને દેખાડવાની જરૂર નથી.

આ જ વાતને ધ્યાનમાં રાખીને અમે લીપ દેખાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમે લીડ કપલ સહિત કાસ્ટમાં સુધારો કરવાનું વિચારી રહ્યા છીએ. માત્ર વિરાટના પરિવારને જ યથાવત્‌ રાખવામાં આવશે, જેમાં કિશોરી સહાણે, શૈલેષ દાતાર, ભારતી પાટીલ, શીતલ મૌલિક, તન્વી ઠક્કર અને વિહાન શર્માનો સમાવેશ થાય છે. આ મહિનાની શરૂઆતમાં પાખી ઉર્ફે ઐશ્વર્યા શર્માએ ગુમ હૈ કિસી કે પ્યાર મેં શોને અલવિદા કહ્યું હતું.

તેણે કહ્યું હતું કે ‘શો સાથેના મારા કોન્ટ્રાક્ટનો અંત આવ્યો છે. પાખીની જર્નીનો અંત આવ્યો છે પરંતુ હું મારી સાથે ઘણી યાદો લઈને જઈ રહી છું, કારણ કે આ શોએ મને ઘણું આપ્યું છે. જાે કે, હવે કંઈક નવી તક ઝડપવાનો સમય છે’, બાદમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે શો છોડવાના ર્નિણય પાછળનું અસલી કારણ જણાવતાં કહ્યું હતું કે ‘હું મારા પાત્રની નેગેટિવિટીથી થાકી ગઈ હતી. શરૂઆતમાં મને મારું પાત્ર પોઝિટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું.

મારા નેગેટિવ પાત્રની અસર મારી માનસિક હેલ્થ પર થતી હતી. મેં આ અંગે ઘણીવાર પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી હતી. તેઓ દર વખતે સુધારો લાવવામાં આવશે તેમ કહેતા હતા. પરંતુ તેમ થયું નહીં અને અંતે મેં શો છોડી દીધો’. જણાવી દઈએ કે હાલ એક્ટ્રેસ સાઉથ આફ્રિકામાં સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરો કે ખિલાડી ૧૩નું શૂટિંગ કરી રહી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers