Western Times News

Gujarati News

TMKOCના સેટ પર મુનમુનને આપવામાં આવે છે ત્રાસ?

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક અઠવાડિયાથી હેડલાઈનમાં છવાયેલો છે અને તે પણ ટીઆરપી કે સ્ટોરીલાઈન માટે નહીં પરંતુ શોના કેટલાક પૂર્વ સભ્યોએ આસિત મોદી કુમાર તેમજ તેમની ટીમ પર લગાવેલા આરોપોના કારણે. TMKOC Munmun dutta Asit Modi Jeniffer Mistry Dayabhabhi Babitaji Jethalaal

સૌથી પહેલા જેનિફર મિસ્ત્રી બંસીવાસે પ્રોડ્યૂસર પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. જેણે તેની કો-એક્ટર કહી ચૂકેલી બાવરી મોનિકા ભદોરિયા અને રિટા રિપોર્ટર પ્રિયા આહુજાને બહાર આવી પોતાની સાથે જે કંઈ ખરાબ થયું હતું તેના વિશે જાહેરમાં વાત કરવા માટે પ્રેરિત કરી હતી. Munmun being tortured on the sets of TMKOC?

મોનિકાએ એક ઈન્ટરવ્યૂમાં પુષ્ટિ કરી હતી કે, દિશા વાકાણી, જેણે દયાભાભીનું પાત્ર ભજવ્યું હતું, તે શોમાં પરત આવવાની નથી. આ સાથે તેણે તેવો પણ દાવો કર્યો હતો કે, આસિતે પણ તેની સાથે ગેરવર્ણતૂણક કરી હશે અને તેથી તેણે કમબેક ન કરવાનું નક્કી કર્યું હશે.

હવે તેણે બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. મોનિકા ભદોરિયાએ લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, આસિત કુમાર મોદી સહિતના મેકર્સ સાથે વિવાદ થયા બાદ મુનમુન દત્તા ઘણીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડીને જતી કરી રહી હતી. આ સાથે તેમ પણ કહ્યું કે, તમામ એક્ટર્સનો સ્ક્રીન ટાઈમ સરખો હોવા છતાં ફીમેલ એક્ટર અને મેલ એક્ટર કરતાં ઓછું મહેનતાણું આપવામાં આવે છે.

વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું કે ‘મુનમુને શો છોડ્યો નથી પરંતુ તેને ટોર્ચર કરવામાં આવી રહી છે અને તેથી જ તે ઘણા સમયથી સેટ પર ગઈ નથી. જ્યારે પણ મેકર્સ ખૂબ ત્રાસ આપે છે ત્યારે એક્ટર્સ નક્કી કરે છે કે તેઓ કામ પર પાછા આવશે નહીં પરંતુ તેઓ ગમે તેમ કરી તેમને પરત બોલાવે છે અને થોડા દિવસ માટે સારું વાતાવરણ આપવાનો પ્રયાસ કરે છે, જેથી તેઓ ટકી જાય.

મેકર્સ સાથે મુનમુનને પણ ઘણા ઝઘડા થયા છે. તે પણ દલીલ બાદ ઘણીવાર સેટ છોડીને જઈ ચૂકી છે. જે બાદ તે ઘણા દિવસ સુધી સેટ પર આવી નથી. આ સાથે મોનિકા ભદોરિયાએ કહ્યું કે, મહિલા કલાકારોને ઓછી ફી આપવામાં આવે છે. ‘તેઓ મહિલાની વેલ્યૂ કરતાં નથી. જાે કોઈ મહિલા એક્ટરને પોતાનું શૂટ ખતમ થઈ જાય તો પણ તેમને સેટ પર બેસી રહેવા કહે છે. તેઓ પહેલા મેલ એક્ટર્સનું શૂટિંગ પૂરું કરવાનો પ્રયાસ કરે છે. પુરુષોને વધારે ફી આપવામાં આવે છે.

બંનેનો સ્ક્રીન ટાઈમ ભલે સરખો હોય તેમ છતાં મહિલાઓને એટલો ચાર્જ મળતો નથી. તમે બીજું તો શું અપેક્ષા રાખી શકો? તેમણે જે કહ્યું છે તે હું કેમેરા સામે બોલી પણ ન શકું. હું આટલી ગંદી ભાષા ક્યારેય વાપરતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.