Western Times News

Gujarati News

યુનિ.ના લેટરપેટ ઉપર નોકરીનો જાેઈનીંગ લેટર આપનાર બે આરોપીને 11 દિવસના રિમાન્ડ

MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ મામલે બે આરોપીને ૧૧ દિવસના રિમાન્ડ

વડોદરા, વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાનો ચુનો ચોપડતી ટોળકીનું રાજયવ્યાપી બહાર આવેલા કૌભાંડમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

અગાઉ દાહોદ ખાતે ઝડપાયેલા બંનેને વડોદરા લાવીને અદાલતમાં રજુ કરીને પોલીસે તેઓના ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઠગ ટોળકીએ વડોદરામાં પણ પંદર જેટલા નોકરી વાંચ્છુઓ પાસેથી ૧.૬૭ કરોડ પડાવ્યા છે.

વડોદરાની મ.સ. યુનિ.માં નોકરી અપાવવાના બહાને કરોડોની છેતરપિંડીની ઘટના અંગે અમદાવાદના કિંજલબેન પટેલ દ્વારા સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શૈલેષ નાનજીભાઈ સોલંકી તથા રાહુલ જગદિશચંદ્ર પટેલના ટ્રાન્સફર ઓર્ડર મેળવીને વડોદરા લાવવામાં આવ્યા હતા

બંને પાસેથી માતબર રીકવરણ કરવા માટે તથા આ રકમ કોણે કોણે મેળવી છે કયા બેન્કના ખાતામાં ભરેલી છે. યુનિ.ના લેટરપેટ ઉપર ખોટા ઓર્ડરો, જાેઈનીંગ લેટર, આઈકાર્ડ, જિલ્લા પંચાયતના શિક્ષણ શાખાના લેટર ક્યાંથી કેવી રીતે મેળવ્યા ?

સયાજીગંજ વિસ્તારમાં હોટલમાં મહિલા ઉમેદવારોની પરીક્ષા લીધીઃ

ઉપરાંત ભાગેડું મનિષ કટારા સહિત અન્ય વ્યક્તિઓની શોધખોળ માટે ઝડપાયેલાઓની કોલ ડિટેલ્સની તપાસ કરવા માટે અદાલતમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરતા અદાલતે અગિયાર દિવસના બંનેના રિમાન્ડ મંજુર કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.