Western Times News

Gujarati News

ધારીખેડા સુગર ખાતે યોજાનાર લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમનો વિરોધ

File

ઝઘડિયાના અરજદારે કસ્ટોડિયન કમિટીના સભ્ય સામે કન્ટેન્ટ ઓફ ધ કોર્ટ કર્યું હોય તેની સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના સભાસદ અને પાણેથા ગામના વતની કલ્પેશભાઈ દેસાઈએ ખાંડ નિયામક ગાંધીનગરને આગામી તા.૩.૬.૨૩ ના રોજ યોજાનાર ધારીખેડા સુગર ખાતે દૈનિક ૧૦૦ મે.ટન ક્ષમતાના ઓર્ગેનિક દાણાદાર પોટાશ ખાતર પ્રોજેક્ટનું લોકાર્પણ

તથા ૧૫ મેગાવોટ પાવર એક્સપોર્ટના સબ સ્ટેશન નું તથા ૪૫ કેએલપીડી ના એક્સપાન્શનના ભૂમિ પૂજન ભૂમિ પૂજનના કાર્યક્રમ બાબતે રજૂઆત કરી છે.તેમણે જણાવ્યું છે કે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ધારીખેડાનો નામદાર ગુજરાત હાઇકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતી મેટરમાં તેઓ પક્ષકાર તરીકે રહ્યા છે,

ધારીખેડા સુગરની ચૂંટણી તા.૨૬.૧૦.૨૦ ના રોજ કરવામાં આવેલી જેની મતગણતરી આજદિન સુધી કરવામાં આવેલ નથી અને ખોટી રીતે વ્યવસ્થાપક કમિટી સહકારી કાયદાના નીતિ નિયમોને ર્નિણય નેવે મૂકી કારભાર કરેલો, જેથી અરજદારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જવું પડ્યું હતું

અને ખાંડ નિયામકના પત્ર મુજબના દસ્તાવેજાે વંચાણે લઈ સભાસદના હિત અને સંસ્થાના હિત ને ધ્યાને લઈ કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરવાનો હુકમ કરેલો અને ત્યારબાદ કમિટી પણ નિમાય હતી. ખાંડ નિયામક પણ આ બાબતે માહિતગાર છે કે કસ્ટોડિયન કમિટીના ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ કે જેઓ કસ્ટોડિયન કમીટીના સભ્ય માત્ર છે,

તેમના આવા ગેરકૃત્ય અને મનસ્વીપણાના કારણે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેન્ટ ઓફ ધ કોર્ટના પગલાં ભરી શકાય છે, એટલું જ નહીં પરંતુ ધારીખેડા સુગરને નામદાર સુપ્રીમ કોર્ટમાં સીધી રીતે પક્ષકાર છે જેથી પણ આ તમામ કાર્યવાહી સદંતર ગેરકાયદેસર અન્યાય અને વિશાળ સભાસદો અને મંડળીના હિત વિરોધ અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા છે,

તેમજ ઘનશ્યામભાઈ પટેલ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ છે તેથી માત્ર આવનાર ટૂંક સમયમાં સંસ્થાની અને અન્ય ચૂંટણી આવવાની હોય જેથી સંસ્થાના રૂપિયાનો દુર્વ્યય કરી સભાસદો અને પ્રદેશના નેતૃત્વ પર ખોટો હાઉ ઉભો કરવાનો આ સ્ટંટ માત્ર છે.

ધારીખેડા સુગરને રાજકીય અખાડો અને રાજકીય રોટલા શેકવાનું સ્થળ બની જવા પામેલ છે અને સહકારી પ્રવૃત્તિ અને સહકારી સંસ્થાનું નિકંદન નીકળી જાય તેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, આ બાબતે તાકીદે સંસ્થાના અને સભાસદોના વિશાળ હિતમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી કરશો અન્યથા અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેન્ટ ઓફ ધ કોર્ટ ની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ખાંડ નિયામકને લેખિતમાં જણાવ્યું છે.

આ બાબતે તેમણે વધુ મૌખિકમાં જણાવ્યું હતું કે જેઓ ધારીખેડા સુગરની કસ્ટોડિયન કમિટીના માત્ર સભ્ય જ છે અને દૈનિક ૧૦ મેટ્રિક ટન ક્ષમતાના ઓર્ગેનિક દાણાદાર પોટાશ ખાતર પ્રોજેક્ટનું લોકાર્પણ, ૧૫ મેગાવોટ પાવર એક્સપોર્ટના સબ સ્ટેશનની ભૂમિ પૂજન, ૪૫ કેએલપીડી ના એક્સપાન્શનનું ભૂમિ પૂજન થવાના છે

તેવા કામો ગત સાલે તા. ૧૧.૬.૨૨ ની યોજાયેલ સાધારણ સભામાં લેવામાં આવ્યા નથી. ધારીખેડા સુગર આટલો મોટો ખર્ચ જે કરવા જઈ રહી છે ત્યારે તેમણે કેમ ભૂમિ પૂજન અને લોકાર્પણ થવાના કામોને સાધારણ સભામાં સભાસદો સમક્ષ મૂક્યા નહીં તેવો આક્ષેપ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.