Western Times News

Gujarati News

બાઈકચાલક માટે દેવદૂત બન્યા ટ્રાફિક હોમગાર્ડ જવાન

હૈદરાબાદ, ટ્રાફિક પોલીસકર્મીઓએ આગ ઝરતી ગરમીથી લઈને ધોધમાર વરસાદમાં પણ પોતાની ડ્યૂટી નિભાવવી પડે છે. વાતાવરણ ગમે એટલું ખરાબ કેમ ન હોય તેઓ પોતાની ડ્યૂટી બજાવવાથી પાછળ હટતા નથી. શહેના ટ્રાફિકને મોનિટર કરવાથી લઈને નિયમો તોડનારા પર નજર રાખવા સુધી, તેમણે બધું જ મેનેજ કરવું પડે છે. તેઓ જનતાની સેવા કરવાથી પણ પાછળ હટતા નથી અને ઘણીવાર માસૂમ જિંદગીઓ પણ બચાવી લે છે.

આવું જ કંઈક હાલમાં તેલંગાણાના હૈદરાબાદમાં બન્યું હતું અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પુરણાપૂલ બ્રિજ પાસે ફરજ બજાવતા ટ્રાફિક હોમગાર્ડે સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપીને એક વાહનચાલકનો જીવ બચાવ્યો હતો.

હોમગાર્ડ શેખ શાહબાઝ એક બાઈકચાલકને સંઘર્ષ કરતાં અને નીચે પડી જતાં જાેયો હતો. ચાલકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેને ખૂબ પરસેવો વળી રહ્યો હતો, શેખે તરત જ તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ તે બાઈકચાલક ભાનમાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ તેને રિક્ષામાં બેસાડી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. આ હોમગાર્ડ બહાદુરપુરા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

‘હું તે બાઈકચાલક તરફ દોડ્યો હતો અને તેને રોડના કિનારે લઈ આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને પરસેવો વળી રહ્યો હતો. મેં તેના પર સીપીઆર કર્યું હતું. અંતે, તે ઠીક થયો હતો અને બાદમાં પાણી પીવડાવ્યું હતું. રિકવરી બાદ તેને રિક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા’, તેમ શાહબાઝે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આ પોલીસ હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સે તેમના ખૂબ વખાણ કર્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ‘મેં માત્ર મારી ફરજ બજાવી હતી. અમારા સીનિયરો લોકોની મદદ કરવા માટે અમને પ્રાથમિક મેડિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે અને અમે તેનો ઉપયોગ કરીએ છીએ’.

થોડા દિવસ પહેલા તેલંગાણામાં આવી જ વધુ એક ઘટના બની હતી, જ્યાં પણ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીને હાર્ટ અટેક આવતા તેને સીપીઆર આપી જીવ બચાવી લીધો હતો. રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૈનાત રાજશેખર રાહદારીને જાેતા જ તેની પાસે દોડી ગયા હતા અને સીપીઆર આપ્યું હતું. જે બાદ તે શખ્સને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. કોન્સ્ટેબલની સૂજબૂજના કારણે તેનો જીવ બચી ગયો હતો.

તેલંગાણાના સ્વાસ્થ્ય મંત્રી હરીશ રાવ થાન્નીરુએ પણ પોલીસ કોન્સ્ટેબલના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું હતું ‘રાજેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલના ટ્રાફિક પોલીસ રાજશેખરે જે કર્યું તે પ્રશંસાને પાત્ર છે. તેમણે સીપીઆર આપીને જીવ બચાવી લીધો’. સીપીઆર એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસીટેશન એ એક જીવ બચાવનારી ઈમરજન્સી પ્રક્રિયા છે.

જે જ્યારે વ્યક્તિનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય ત્યારે હાથ ધરવામાં આવે છે. કાર્ડિયેક અરેસ્ટ અથવા હાર્ટ અટેક આવ્યા બાદ જાે તરત જ વ્યક્તિને સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચવાની શક્યતા વધી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.