Western Times News

Gujarati News

જર્મનીમાં આવેલી મંદીએ ભારતની ચિંતામાં વધારો કર્યો

બર્લિન, વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર અને યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર જર્મની હાલમાં મંદીમાં છે. જેના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે. જર્મનીમાં આર્થિક મંદી કેમિકલ્સ, મશીનરી, એપેરલ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં યુરોપિયન યુનિયનમાં ભારતની નિકાસને અસર કરે તેવી શક્યતા છે.

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીની કમિટિ ઓન એક્સપોર્ટ-ઈમ્પોર્ટના અધ્યક્ષ સંજય બુધિયાએ આ વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જર્મનીમાં આર્થિક મંદીની ભારતીય નિકાસ પર શું અસર થશે તે કહેવું અત્યારે ઘણું વહેલું કહેવાશે. જર્મનીના જીડીપીમાં સતત બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો છે.

૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં ૦.૫ ટકાના ઘટાડા પછી, ૨૦૨૩ના પહેલા ક્વાર્ટરમાં તે ૦.૩ ટકા ઘટ્યો હતો. ટેકનિકલી સળંગ બે ક્વાર્ટરમાં ઘટાડાને મંદી કહેવામાં આવે છે.
બુધિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ભારતની કુલ નિકાસમાં જર્મનીનો હિસ્સો ૪.૪ ટકા હતો. ભારત મુખ્યત્વે કાર્બનિક રસાયણો, મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વસ્ત્રો, ફૂટવેર, લોખંડ અને સ્ટીલ તેમજ ચામડાની વસ્તુઓની નિકાસ કરે છે. જ્યારે જર્મનીમાં મંદીની ભારત પરની અસરનું મૂલ્યાંકન કરવું ખૂબ જ વહેલું કહેવાશે. ઉપરોક્ત ક્ષેત્રો સૌથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે, સમગ્ર ઈેં ઊર્જાના વધતા ભાવનો સામનો કરી રહ્યું છે, જેના કારણે જર્મનીમાં સતત બે ત્રિમાસિક ગાળામાં મંદી જાેવા મળી રહી છે. જાે જર્મની મંદીમાં ફસાઈ જશે તો તેની અસર સમગ્ર ઈેં પર જાેવા મળી શકે છે. તેમણે કહ્યું કે ભારતની કુલ નિકાસમાં ઈેંનો હિસ્સો ૧૪ ટકા છે. ઈેં દેશોમાં ભારતમાંથી સૌથી વધુ નિકાસ જર્મનીમાં થાય છે. તે પછી નેધરલેન્ડ, બેલ્જિયમ, ઈટાલી અને ફ્રાન્સ આવે છે.

એક અહેવાલને ટાંકીને બુધિયાએ કહ્યું હતું કે, ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ અનુસાર જર્મનીમાં મંદી ભારતની લગભગ ૨ અબજ ડોલરની નિકાસને અસર કરી શકે છે. જેમાં સ્માર્ટફોન, એપેરલ, ફૂટવેર અને ચામડાની વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભારતમાં જર્મનીના રોકાણ અંગે તેમણે કહ્યું હતું કે, મંદીની અસર તેના પર પડી શકે છે. ૨૦૦૦ થી ૨૦૨૨ સુધીના FDIના આંકડાઓ પર નજર કરીએ તો જર્મની નવમા નંબરે છે. આ સમયગાળા દરમિયાન ત્યાંથી કુલ ૧૩.૬ બિલિયન ડોલરનું રોકાણ આવ્યું છે. તે મુખ્યત્વે પરિવહન, ઈલેક્ટ્રિક સાધનો, મેટલ સેક્ટર, સર્વિસ સેક્ટર, કેમિકલ્સ, બાંધકામ પ્રવૃત્તિઓ, વેપાર અને ઓટોમોબાઈલ્સમાં રોકાયેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.