Western Times News

Gujarati News

રેલ્વેમાં દલાલોએ તત્કાલ કવોટાની ટિકીટોનાં કાળાબજાર કરવાનું શરૂ કર્યું

સ્લીપર કોચથી લઈને એસી કોચ સુધીની ટીકીટ રૂ.૮૦૦થી ૧૮૦૦ વધારાની લઈને કન્ફર્મ કરી આપવામાં આવે છે

(એજન્સી)અમદાવાદ, પશ્ચિમ રેલવે સહીતની જુદી જુદી ટ્રેનોમાં હાલ ઉનાળાના વેકેશનના કારણે ભારે ઘસારો જાેવા મળી રહયો છે. આ સ્થિતીમાં રેલવે ટીકીટની દલાલી કરતા તત્વો પર રેલવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જેના કારણે હવે દલાલોએ તત્કાલીન કવોટામાં ટીકીટ કન્ફર્મ કરવાની નવી પધ્ધતિ લાગુ કરી છે એક ટીકીટદીઠ વધારાના રૂા.૮૦૦થી ૧૮૦૦ લઈને કન્ફર્મ કરાવી દેવામાં આવતી હોવાની વિગતો બહાર આવી છે. આ મુદે રેલવે પ્રબંધક કમીટી દ્વારા પણ મુંબઈ સુધી ફરીયયાદ કરવામાં આવી છે.

ઉનાળાની રજાઓમાં હાલમાં સૌથીી વધુ ઘસારો રેલવેમાં જાેવા મળી રહયો છે. છેલ્લા કેટલાક સમયથી પીઆરએસ અને ઈ ટીકીટના માધ્યમથી કાળાબજારી કરતા હતા તેવા તત્વો પર આરપીએફ દ્વારા આ દલાલો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતાં દલાલોએ તત્કાલીન કવોટામાં દલાલી કરવાનું શરૂ કરી દીધું છે.

અખીલ ભારતીય રેલ ઉપભોકતા સંઘ-વેસ્ટર્ન રેલવે કરાયેલી ફરીયાદ દલાલોએ આપાતકાલીન એટલે કે તત્કાલીન કવોટાની ટીકીટ કન્ફર્મ કરાવી આપવાનો ધંધો શરૂ કર્યો છે. ચાર્ટ બનાવના એક કલાક પહેલા ગણ્યા ગાંઠયા લોકોના માધ્યમથી લોકોને ટીકીટ અપાવી રહયા છે.

જેમાં સ્લીપર ટીકીટના મુળ ભાડા કરતાં રૂા.૮૦૦, થર્ડ એસીમાં રૂા.૧ર૦૦, રાજધાની જેવા ટ્રેનોમાં રૂા.૧૪૦૦ થી લઈને ૧૮૦૦ વધારાના લઈને ટીકીટ કન્ફર્મ કરાવી આપવામાં આવે છે. તાકીદે આ દિશામાં તપાસ કરીને તત્કાલીન કવોટાને દલાલોના ચુંગલમાંથી મુકત કરાવો જાેઈએ.

મહત્વની વાત એ છે કે કોઈ ફરીયાદ કરે કે વિરોધ કરે તો રેલવે મંત્રાલયમાંથી તત્કાલીન કવોટા માંગી લેવામાં આવે છે. તેવા જવાબો આપવામાં આવે છે. આમ રેલવે મંત્રાલયના બદનામ કરીને દલાલો અને કેટલાક અધિકારીઓએ મીલીભગત કરીને ધંધો શરૂ કર્યો છે.

ઉનાળાના વેકેનમાં હાલ ટ્રેનમાં ભારે ઘસારો જાેવા મળી રહયો છે. ત્યારે સામાન્ય નાગરીકોએ તત્કાલીન કવોટામાં પણ ટીકીટ મળતી નથી. બીજીબાજુ રૂપિયા ખર્ચી શકે તેવા લોકો દલાલોનો સંપર્ક કરીને મનફાવે ત્યારે કન્ફર્મ ટીકીટ મેળવી રહયા છે. આ સ્થિતીમાં જરૂરીયાતમંદ મુસાફરોએ હાલાકી ભોગવવી પડે છે. રેલવે દ્વારા ટીકીટ દલાલો પર જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે. તેવી કાર્યવાહી તત્કાલીન કવોટાની કાળાબજારી કરતાં તત્વો સામે થાય તેવી માગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.