Western Times News

Gujarati News

IPS અધિકારીઓ બાદ સાયબર ક્રિમીનલોથી PI, PSI કંટાળ્યા

(એજન્સી)અમદાવાદ, સામાન્ય રીતે જયારે કોઈ સામાન્ય વ્યકિતનું ફેક ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી બને અને તે વ્યકિત પોલીસે પાસે જાય ત્યારે પોલીસ ફરીયાદ કે અરજી આપવાનો આગ્રહ રાખે છે. પણ જયારે વાત કોઈ મંત્રી સંત્રી કે પોલીસ અધિકારીને આવે છે. After IPS officers fed up with cybercriminals, PI, PSI

ત્યારે ન તો અરજી કે ન તો ફરીયાદની વાત આવે છે. છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના કિસ્સા વધીરહયા છે. ત્યારે ઘણા સમય પહેલા જે રીતે આઈપીએસ અધિકારીઓના ફેક ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી બનતા હતા તેમાં હવે ગઠીયાઓએ નવો રસ્તો અપનાવ્યો છે.

સામાન્ય રીતે આઈપીએસ અધિકારીના ફેક આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવતા હતા પણ આઈપીએસ અધિકારી આવી રીતે નાણાં ન માંગે તે વાત લોકોના ધ્યાનમાં હોવાથી ગઠીયયાઓએ નાણાં મળતા નહોતા. જેથી હવે સાયબર કિમીનીલને નવી એમઓ મોડેસ ઓપરેન્ડી અપનાવી પોલીસ ઈન્સ્પેકટરના નામે ફેક ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી બનાવવાનું શરૂ કરી દીધું છે.

પહેલા ઈન્સ્ટાગ્રામનો જમાનો આવ્યો ત્યારે લોકો તે તરફ ખુબ વળ્યા હતા. પણ બાદમાં લોકોનાં ફેક આઈડીઓ બનતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયયા છે. એક સમય એવો હતો કે જયારે આઈપીએઅસ અધિકારીઓના ફેક ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી બનતા હતા.

આઈડી પરથી જે તે લોકોને પૈસાની મદદ માંગતા મેસેજ કરાતા હતા. ધીરે ધીરે અધિકારીઓને પોસ્ટ મુકી ફેક આઈડીને બ્લોક કરાયા હોવાની જાહેરાતો કરી ત્યારે હવે ગઠીયાઓઅને પીઆઈ અને પીએસઆઈના નામના ફેક આઈડી બનાવતા થઈ ગયા છે. સામાન્ય રીતે પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ સબ ઈન્સ્પેકટર સર્વીસ દરમ્યાન સીધી રીતે પ્રજા સાથે જાેડાતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.