Western Times News

Gujarati News

સુપરમાર્કેટના માલિકે ઈ-કોમર્સ કંપનીમાં રોકેલા રૂપિયા ડૂબી જવાના ડરથી જીવન ટૂંકાવ્યું

પોલીસે સમગ્ર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અલ્પેશભાઈએ તેમની ઓફિસમાં જ આપઘાત કર્યો હતો

રાજકોટ, રાજકોટમાંથી વેપારીઓ આપઘાત કર્યો હોવાના સમાચાર પાપ્ત થયા છે. રાજકોટના પંચાયત ચોક પાસે આવેલા ઓમેગા સુપરમાર્કેટના માલિક અલ્પેશ કરોડીયાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા અલ્પેશભાઈએ માતા-પિતા અને મિત્રોને ઉદ્દેશી એક ચિઠ્ઠી લખી હતી. Owner Committed suicide in fear that the investment money will sink

જેમાં ઈ કોમર્સ કંપનીમાં રોકેલા પોણા કરોડ જેટલા નાણા પરત નહીં મળે તેની ચિંતામાં તેમને આ પગલુ ભર્યુ હોવાનું લખ્યુ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ, રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા રોયલ એલીગન્સમાં રહેતા અલ્પેશ કોરડીયા નામના યુવકે ગઈકાલ એટલે કે ૩૦ મે, ૨૦૨૩ના રોજ તેમા ઓમેગા સુપરમાર્કેટની ઓફિસમાં આપઘાત કરી લીધો હતો.

બપોરના સમયે સુપરમાર્કેટ બંધ રહેતુ હોવાથી અલ્પેશભાઈના પત્ની પ્રતિક્ષાબેને ફોન લગાવ્યો હતો. જાે કે, અલ્પેશભાઈએ ફોન રિસિવ ન કરતા પ્રતિક્ષાબેન સુપર માર્કેટ પહોંચ્યા હતા અને પાછળના દરવાજેથી જે તેવા અંદર ગયા ત્યારે તેમના પતિએ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

જેમાં પોલીસને એક ચિઠ્ઠી મળી આવી હતી. યુનિવર્સિટી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અલ્પેશભાઈએ તાજેતરમાં ઈ- કોમર્સ કંપનીમાં ૭૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. જેના કારણે તેમને ચિંતા સતાવી રહી હતી કે, તેમના રોકાણના પૈસા ડૂબી જશે. જેના કારણે તેમને આપઘાતનું પગલુ ભર્યુ હોય તેવુ પોલીસનું પ્રાથમિક તપાસમાં માનવુ છે.

પોલીસે સમગ્ર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અલ્પેશભાઈએ તેમની ઓફિસમાં જ આપઘાત કર્યો હતો. તેઓ બપોરના સમયે પોતાના શોપિંગમાં પહોંચ્યા હતા અને મેઈન સ્વીચ પાડીને CCTV બંધ કરી દીધા હતા અને ત્યાબાદ અંતિમ પગલુ ભર્યુ હતું.સમગ્ર આપઘાત કેસ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.