Western Times News

Gujarati News

બોલીવુડમાં ફક્ત એક જ ડોન છે: ફરહાન અખ્તર

શાહરૂખ અને ફરહાનનો વીડિયો ડોન ૩ પર બનાવવામાં આવ્યો છે

ફરહાન ફરી શાહરૂખ પાસે જાય છે અને પૂછે છે કે, કેમ છે શાહરૂખ? પછી પઠાન પૂછે છે કે, ઓહ ડોન ૩ના ઓડિશન્સ લઈ રહ્યો છે?

મુંબઈ,થોડા દિવસ પહેલાં જ ‘ડોન ૩’ અંગે મોટું અપડેટ આવ્યું હતું. વર્ષ ૨૦૦૬માં ડોનનો પહેલો ભાગ અને વર્ષ ૨૦૧૧માં ડોનનો બીજાે ભાગ રિલીઝ થયો હતો. જાેકે, હવે ડોનના ત્રીજા ભાગની કાસ્ટિંગ અને સ્ક્રિપ્ટિંગ અંગે સમાચાર પણ વહેતા થયા હતા. પહેલા એવું કહેવાઈ રહ્યું હતું કે, આમાં શાહરૂખ ખાન જાેવા મળશે, પરંતુ ત્યારબાદ રણવીર સિંહનું નામ સામે આવ્યું હતું. તો હવે એ જાણવા મળી રહ્યું છે કે, આ ફિલ્મને શાહરૂખે કરવાની ના પાડી દીધી છે. There is only one don in Bollywood: Farhan Akhtar

ત્યારે હવે આ બધા સમાચારની વચ્ચે ફેન્સે એક વીડિયો વાઈરલ કર્યો છે. તેમાં શાહરૂખ ખાન અને ફરહાન અખ્તર ફિલ્મ ‘ડોન ૩’ અંગે વાતચીત કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં શાહરૂખ ખાન તેની પાછળ ચાલતા લોકોને કહે છે, અરે યાર, તમે લોકોને સમજાતું નથી. આટલી સિક્યોરિટીની શું જરૂર છે? હું સલમાન ખાન થોડી છું. ત્યારબાદ ફરહાન અખ્તર વીડિયોમાં જાેવા મળે છે.

તે કહે છે કે, ઓહ કિંગ ખાન! તે દરમિયાન એક ફેન શાહરૂખ ખાન સાથે ફોટો ખેંચાવવાનું કહે છે, પરંતુ તે ના પાડીને આગળ વધી જાય છે. ફરહાન ફરી શાહરૂખ પાસે જાય છે અને પૂછે છે કે, કેમ છે શાહરૂખ? પછી પઠાન પૂછે છે કે, ઓહ ડોન ૩ના ઓડિશન્સ લઈ રહ્યો છે? ફરહાન હા પાડે છે. ત્યારે જ શાહરૂખ પૂછે છે કે, સાંભળ્યું છે કે, તું રણવીરને લઈ રહ્યો છે? ફરહાન જવાબમાં કહે છે કે, હાં તે જવાન છે..

તો શાહરૂખ જણાવે છે કે, મારી આગામી ફિલ્મ પણ જવાન છે. જાેઈ લેજે. ફરહાન કહે છે કે, હું ઉંમરની વાત કરી રહ્યો હતો. ખોટું ન લગાડતો. શાહરૂખ કહે છે કે, લગ્ન પછી સારો લાગે છે તું. હું પણ આવો જ થઈ ગયો હતો. તે દરમિયાન જ પાસે ઉભેલા ૨ એક્ટર્સ ફરહાનને ધીમે ધીમે બોલાવીને પૂછે છે કે, હે ફરહાન અમે લોકો પણ… ફોટો ખેંચાવીએ કે શું? કાઉચ પર બેઠેલો શાહરખ પૂછે છે કે, મારી સાથે ફોટો જાેઈએ?

પછી ફરહાન કહે છે કે, હાં નહીં તે…. ડોન ૩ના પ્રોડ્યુસર્સ છે. તેમને એક ફોટો જાેઈતો હતો. પછી શાહરૂખ પૂછે છે કે, તને નથી જાેતો? ફરહાન જવાબ આપે છે કે, મારી પાસે છે જૂનો. ત્યારબાદ શાહરૂખ કહે છે કે, ફરહાન… બોલીવુડમાં ફક્ત એક જ ડોન છે અને તે હું છું. એ તું પણ જાણે છે, પરંતુ તને જુવાન લોકો જાેઈએ છે. તો ફરહાન કહે છે કે, આવું કંઈ નથી શાહરૂખ. હું પરિણીત છું પછી શાહરૂખ કહે છે કે, ખોટા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.