Western Times News

Gujarati News

પ્રિ-વેડિંગ ફોટોશૂટ, હલ્દી, રિસેપ્શન સહિતના પ્રસંગો બંધ કરવા મહિલાઓએ સંકલ્પ લીધા

પાટીદાર મહિલાઓએ વરસતા વરસાદમાં ખુરશીના સહારે સંમેલન સફળ કર્યું

પાટણ, પાટણ ખાતે ઉત્તર ગુજરાતના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના મહિલા સંગઠન દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં પ૩ ગામની ર હજારથી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહી સમાજના પ્રસંગોમાં પ્રિ-વેડિંગ, ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર,

મૃત્યુ પ્રસંગમાં ખર્ચાળ અને દેખાદેખી માટે શરૂ થયેલ પ્રથાઓ સહિતના કુરિવાજાે બંધ કરી સાદગીપૂર્ણ પ્રસંગ કરવા મહિલાઓ દ્વારા બનાવેલા નવીન બંધારણ ચાલુ વરસાદે ખુરશીઓને છત્રી બનાવી સર્વાનુમતે રજુ કરવામાં આવતા ઉપસ્થિત સૌ મહિલાઓ દ્વારા હર્ષભેર સ્વીકારી પાલન કરવા સંકલ્પ લેવામાં આવ્યા હતાં.

પાટણ ખાતે યોજાયેલ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના મહિલા સંમેલનમાં ઉત્તર ગુજરાતના પ૩ ગામો ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, કચ્છ, રાજકોટ અને મુંબઈમાં રહેતી સમાજની અંદાજે ર હજારથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી સમાજના પ્રસંગોમાં શરૂ થયેલા નવા રિવાજાે બંધ કરવાના સામુહિક સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટી આશાબહેન પટેલે જણાવ્યું હતું કે, સંગઠન ઘડિયાળ જેવું હોવું જાેઈએ. ભલે કાંટાનું કદ અલગ હોય છે પરંતુ જયારે ૧ર વગાડવાના હોય તો સૌ સાથે થઈ જાય છે. આ કાર્યક્રમમાં ખોડલધામના વિવિધ ટ્રસ્ટીઓ, પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, રોનક પટેલ સહિત સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેલા ખોડલધામ ટ્રસ્ટી અનારબેન પટેલે જણાવ્યું હતું કે, વ્યક્તિઓના સમૂહથી જ સમાજ આગળ આવે છે. વર્ષો પછી સમાજ સંગઠિત બન્યો છે. આ બંધારણથી સમાજના ાર્થિક નબળા પરિવારોને મોટી રાહત થશે તેમ જ આ ખોટા ખર્ચ બચતા, લોકો આ પૈસા શિક્ષણ અને સેવા પાછળ વાપરે જેનાથી સમાજ આગળ આવશે તેવી આશા વ્યકત કરી સંમેલનની સફળતાને સરાહનીય લેખાવ્યું હતું.

મહિલા સંમેલનના આયોજનમાં સહભાગી બનેલા પાટીદાર સમાજના યુવા આગેવાન અડીયાના હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમાજના ખોટા રીત-રિવાજાે બંધ કરવા માટે સમાજની મહિલાઓ દ્વારા આયોજિત કરાયેલા મહિલા સંમેલનના આયોજન માટે અગાઉથી શહેરના ખોડાભા હોલ બુકિંગ કરવામાં આવ્યો હતો

પરંતુ મહિલા સશક્તિકરણની વાતો કરતા સમાજના પ્રમુખ દ્વારા સંમેલન પહેલા જ હોલ કેન્સલ કરાવી દેવામાં આવ્યો હતો જેના કારણે સંમેલનનું સ્થળ બદલી રિવાજ પાર્ટી પ્લોટ રાખવાની ફરજ પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.