વેજલપુર રેલ્વે સ્ટેશન ઉમાસુત અંડરબ્રિજમાંથી પસાર થવા મોટા વાહનો પર પ્રતિબંધ
અમદાવાદ શહેરમાં આવેલ વેજલપુર રેલ્વે સ્ટેશન પાસેના ઉમાસુત અંડરબ્રીજની ટ્રાફિક સમસ્યા અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
અમદાવાદ-બોટાદ રેલ્વે લાઇનની તાજેતરમાં જ રૂપાંતરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. જે દરમિયાન વેજલપુર રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ફાટક બંધ કરી ઉમાસુત સોસાયટી પાસે અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે. આ અંડરબ્રિજના ઉમાસુત સોસાયટી તરફના એન્ટ્રી પોઇન્ટ ખુબ જ સાંકડા હોવાથી ફોર વ્હીલ
અને ભારે વાહનો સરળતાથી ડાબી બાજુ યુ-ટર્ન લઇ શકતા નથી. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહેલ છે. જે ટ્રાફિકની સમસ્યા. નિવારવા માટે ઉમાસુત અંડરબ્રિજમાંથી પસાર થતા વાહનો પૈકી ફક્ત દ્વિ-ચક્રીય વાહનો માટે પ્રવેશ ચાલુ રાખી અન્ય વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
હું, પ્રેમવીર સિંહ, IPS, ઇ/ચા. પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી)ની સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં આવેલ વેજલપુર રેલ્વે સ્ટેશન પાસેના ઉમાસુત અંડરબ્રીજની ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે નીચે મુજબનો હુકમ કરું છું.
દ્વી-ચક્રીય વાહન સિવાયના તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત :
અમદાવાદ ગાંધીગ્રામ બોટાદ રેલ્વે લાઇન ઉપરના વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૨૦ પરના ‘રેલ્વે અંડરપાસ’ના ઓમકારેશ્વર એપાર્ટમેન્ટ એન્ટ્રી- એક્ઝીટ પોઇન્ટથી ઉમાસુત સોસાયટી શકાશે. એન્ટ્રી-એકઝીટ પોઇન્ટ સુધી આશરે ૫૦- મીટર જેટલું અંતર.
વૈકલ્પિક માર્ગની વિગત :
૧. વેજલપુર બુટ ભવાની મંદિરથી વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગથી અભિનંદન પાર્ક સોસાયટીથી આર.જે.પી. હાઉસ થઇ આનંદનગર ૧૦૦ ફુટ રોડ રાહુલ ટાવર ચાર રસ્તાથી અવર-જવર કરી શકાશે.
૨. વસ્ત્રાપુર ક્રોસીંગથી રેલ્વે પાટાની સમાંતરે બન્ને બાજુના સર્વિસ રોડથી શ્યામાપ્રસાદ મુખર્જી ઓવરબ્રિજ (જીવરાજ ઓવરબ્રિજ)થી અવર- જવર કરી શકાશે.
૩. વેજલપુર બુટ ભવાની મંદિરથી બળીયાદેવ મંદિર થઇ. અમદાવાદ ગ્રામ્ય હેડક્વાટર ચાર રસ્તાથી મકરબા ટોરેન્ટ રેલ્વે ક્રોસિંગ થઈ કૃષ્ણધામ ઔડા આવાસી આનંદનગર પ્રહલાદનગર તરફ અવર-જવર કરી શકાશે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૩/૦૬/૨૦૨૩થી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત / અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.