Western Times News

Gujarati News

અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ ૭૫.૦૯ રૂપિયા થયો

અમદાવાદ, મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના ભાવમાં ૮૦ પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ અમદાવાદ શહેરમાં સીએનજીનો નવો ભાવ ૭૫.૦૯ રૂપિયા થઈ ગયો છે. CNG price hiked

ભારત સરકારના ભાવ ઘટાડાના ૨ મહિના બાદ આ વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા એપ્રિલ મહિનામાં ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNG ભાવમાં ઘટાડો થયો હતો.

કેબિનેટનો આ ર્નિણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મંત્રીમંડળે APM ગેસ માટે ૪ ડોલર પ્રતિ MMBTUના આધારે મૂલ્યને મંજૂરી આપી હતી અને અધિકત્તમ મૂલ્ય ૬.૫ ડોલર પ્રતિ MMBTU રાખવા પર મહોર લગાવવામાં આવી.

ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના ૧૦ ટકા છે. દર મહિને તેમાં ફેરફાર કરવામાં આવે છે. તેનાથી PNG, CNG, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થયો છે. જેનો સીધો લાભ સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ગાડી ચલાવનારાઓને થયો છે. મોદી સરકારના આ ર્નિણયને પગલે PNGના ભાવમાં પ્રતિ કિલો ૮થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે PNGના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિટ મીટરે ૫થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો.

દેશની રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે જ સમયે, કેટલાક શહેરોમાં ઇંધણની કિંમતમાં ફેરફાર થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે.

  1. WTI ક્રૂડ ઓઈલ ૦.૩૬ ટકા ઘટીને ઇં૭૧.૮૯ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ૦.૦૯ ટકા ઘટીને ઇં૭૬.૪૬ પ્રતિ બેરલ થઈ ગયું છે. જે શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે તેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, પટના અને અન્ય રાજ્યોના શહેરોનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં ૬ જૂન, ૨૦૨૩ના રોજ પેટ્રોલની કિંમત રૂ. ૯૬.૭૨ અને ડીઝલ રૂ. ૮૯.૬૨ પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પણ પેટ્રોલની કિંમત ૧૦૬.૦૩ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૨.૭૬ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમત ૧૦૨.૬૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૪.૨૫ રૂપિયા પર સ્થિર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.