Western Times News

Gujarati News

સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગરમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો

વાવાઝોડાની સ્થિતિમાં ગાંધીનગરથી સીધુ સંચાલન કરાશે

અમદાવાદ, રાજ્ય પર સંભવિત વાવાઝોડાને લઈ સરકાર દ્વારા તમામ આગોતરા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. આ માટે ગુજરાત ની રાજ્ય સરકારે ઈમરજન્સીની સ્થિતીમાં સંકલન સાધવા માટે કંટ્રોલ રુપ શરુ કરી દીધો છે.

વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ જ્યાં અસર સર્જાઈ શકે છે, એવા તમામ વિસ્તારો અને જિલ્લાઓની સાથે ગાંધીનગરથી સીધુ સંકલન સાધી શકાય એ માટે આયોજન કર્યુ છે.

વાવાઝોડાની સ્થિતી દરમિયાન રાહત અને મદદની ટીમો ઝડપથી સ્થળ પર પહોંચાડવાનુ આયોજન પણ કરી શકાય અને નુક્શાન તેમજ અન્ય વિકટ પરિસ્થિતીઓમાં મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કેવી રીતે કરી શકાય એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

રાજ્ય સરકાર તમામ રીતે સજ્જ છે અને આ માટે તમામ સૂચનાઓ અધિકારીઓ અને વિભાગોને આપી દેવામાં આવી છે. કોઈપણ સ્થિતીને પહોંચી વળાય એ માટે તમામ સજ્જતા કરી લેવામાં આવી છે. ભૂતકાળની સ્થિતીના અનુભવ આધારે મોટા નુક્શાનને ટાળવા માટેના પ્રયાસો કરીને આગોતરા આયોજન કરવામાં આવ્યા છે.

અરબી સમુદ્રમાં ગુજરાતથી લગભગ ૧૧૨૦ કિમી દૂર લો-પ્રેશર સિસ્ટમ ઉભી થઈ છે. વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

એને લઈ દરિયાઈ વિસ્તારનાં ગામોને એલર્ટ કરી દેવાયાં છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ૯-૧૦ જૂને અસર દેખાવાની શક્યતા ડિઝાસ્ટર વિભાગે વ્યક્ત કરી છે. ડિઝાસ્ટર વિભાગે કામરેજમાં જીડ્ઢઇહ્લની એક ટીમ સ્ટેન્ડ બાય કરી દીધી છે. સુરતનાં ૪૨ ગામને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપરજાેય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી ૧૧૧૦ કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી ૯૦૦ કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી ૧૦૩૦ કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાચીથી ૧૪૧૦ કિમી દક્ષિણ કેન્દ્રિત છે.

ગુજરાત પર તોળાતા સંભવિત વાવાઝોડા બિપરજાેય અંગે હવામાન વિભાગનું અપડેટ સામે આવ્યું છે. આજે વહેલી સવારના અપડેટ્‌સ પ્રમાણે, બિપરજાેય સ્થિર રહ્યું હતું. વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધવાની અને આગામી ૬ કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરના ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં અને ત્યાર પછીના ૨૪ કલાક દરમિયાન તે જ પ્રદેશમાં વધુ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની સંભાવના છે.

૮મી જૂને પવનની ઝડપ ૧૨૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે અને તે પૂર્વમધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબીના આસપાસના વિસ્તારોમાં પ્રવર્તે છે અને ૮મી જૂનની સાંજથી તે ૧૪૫ કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.