Western Times News

Gujarati News

મણિપુરમાં ભીડે એમ્બ્યુલન્સને આગ ચાંપતા ત્રણનાં મોત થયા

(એજન્સી)ઈમ્ફાલ, મણિપુરમાં હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લોકોની ભીડે રસ્તામાં એમ્બ્યુલન્સ અટકાવીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં એક આઠ વર્ષનો છોકરો, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું મૃત્યુ થયું હતું. Three killed when mob sets fire to ambulance in Manipur

અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે ઈરોઈસેમ્બામાં બની હતી. તેમણે કહ્યું કે ગોળીબારની ઘટના દરમિયાન બાળકને માથામાં વાગ્યું હતું અને તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર ટોળાના હુમલામાં માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ તોન્સિંગ હેંગિંગ (૮), તેની માતા મીના હેંગિંગ (૪૫) અને સંબંધી લિડિયા લોરેમ્બમ (૩૭) તરીકે થઈ છે.આસામ રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ઘટનાસ્થળ અને આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આદિવાસીનો પુત્ર તોન્સિંગ અને મૈતેઈ જાતિની તેની માતા કંગચુપમાં આસામ રાઈફલ્સના રાહત શિબિરમાં રહેતા હતા. ૪ જૂને સાંજે આ વિસ્તારમાં ગોળીબાર શરૂ થયો હતો અને બાળકને કેમ્પમાં હોવા છતાં ગોળી વાગી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “આસામ રાઇફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ તરત જ ઇમ્ફાલમાં પોલીસ સાથે વાત કરી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. માતા બહુમતી સમુદાયની હતી, તેથી બાળકને ‘રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ’માં રોડ માર્ગે લઈ જવાનો ર્નિણય લેવામાં આવ્યો.એમ્બ્યુલન્સને આસામ રાઈફલ્સના રક્ષણ હેઠળ થોડા કિલોમીટર સુધી લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસે ચાર્જ સંભાળ્યો હતો.

મૃતકોના સંબંધી અને ગામના રહેવાસી જિન હેંગિંગે જણાવ્યું કે 4 જૂને આ વિસ્તારમાં ગોળીબાર થયો હતો, જેમાં ટોમશિંગ માથામાં ગોળી વાગવાથી ઘાયલ થયો હતો. તેને ઈમ્ફાલ પશ્ચિમની રિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો.સ્ક્રોલ સાથે સંકળાયેલા અરુણાભ સૈકિયાના અહેવાલ મુજબ, આસામ રાઈફલ્સના અધિકારીએ જણાવ્યું કે ઘાયલ બાળકને ઓક્સિજન આપવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત નાજુક હતી. નામ ન આપવાની શરતે અધિકારીએ કહ્યું કે તેમની પાસે બે વિકલ્પ હતા. કાં તો બાળકને કાંગપોકપી જિલ્લાના લીમાખોંગ ખાતેની હોસ્પિટલમાં મોકલો અથવા તેને 20 કિમીથી ઓછા દૂર રાજધાની ઈમ્ફાલમાં લઈ જાઓ.

લિમાખોંગ એક કુકી વિસ્તાર હતો, પરંતુ તેના માર્ગમાં કેટલાક મેઇતેઈ ગામો હતા. બીજી બાજુ, ઇમ્ફાલ મેઇતેઇ વિસ્તાર હતો અને નજીકમાં પણ હતો, તેથી ઇમ્ફાલ જવાનું નક્કી થયું.ચંપી હેંગિંગ નામના અન્ય એક સંબંધીએ કહ્યું કે પરિવારે તેમને જવા દીધા કારણ કે મીના અને લિડિયા બંને મેઇતેઈ હતા અને તેમને લાગ્યું કે કંઈ થશે નહીં. ચંપી હેંગિંગે દાવો કર્યો હતો કે મણિપુર પોલીસના કર્મચારીઓ પણ તેમની સાથે બે વાહનોમાં રવાના થયા હતા.

આસામ રાઈફલ્સના એક અધિકારીએ કહ્યું કે કોઈએ એવી અફવા ફેલાવી હતી કે કુકી આતંકવાદીઓને વિસ્તારમાંથી ભગાડી દેવામાં આવી રહ્યા છે. રસ્તામાં ટોળાએ એમ્બ્યુલન્સ અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.રિપોર્ટ અનુસાર, ટોળાએ એમ્બ્યુલન્સમાં હાજર ડ્રાઇવર અને નર્સને આગ લગાડતા પહેલા બહાર કાઢ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.