અભિનેત્રી સના ખાનની ડિલિવરી ખૂબ જલ્દી થશે
મુંબઈ, કરિયર જ્યારે પીક પર હતું ત્યારે પૂર્વ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ૬ની કન્ટેસ્ટન્ટ સના ખાને એક્ટિંગ ઈન્ડસ્ટ્રીને કાયમ માટે અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું. કલાકાર તરીકેના કરિયર પર પૂર્ણવિરામ મૂક્યું એ પહેલા તે ઘણી પોપ્યુલર સીરિયલો અને રિયાલિટી શોમાં કામ કરી ચૂકી હતી.Bigg Boss 6 contestant actress Sana Khan
૮ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સના ખાને સોશિયલ મીડિયા પર તે હવે એક્ટિંગ નહીં કરે તે ર્નિણયની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. આ સિવાય ફેન્સને સૌથી મોટી સરપ્રાઈઝ તો ત્યારે મળી હતી ત્યારે તેણે ૨૦ નવેમ્બર ૨૦૨૦માં સુરતના મૌલવી મુફ્તી અનસ સૈયદ સાથે નિકાહ કર્યા હતા.
એક્ટરે ભલે એક્ટિંગ સાથે સંબંધ તોડી નાખ્યો હોય પરંતુ તે ઈન્સ્ટાગ્રામ થકી ફેન્સ સાથે કનેક્ટ રહે છે અને ધાર્મિક પ્રવૃતિઓમાં ભાગ લેતી રહી છે. તે ખૂબ જલ્દી બાળકને જન્મ આપવાની છે અને આ પહેલા ઉત્સાહ દર્શાવ્યો હતો. સના ખાન હાલમાં એક ઈવેન્ટમાં જાેવા મળી હતી. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેણે આ દુનિયામાં પોતાના પહેલા સંતાનનું સ્વાગત કરવા માટે તે કેટલી ઉત્સુક છે તેના વિશે જણાવ્યું હતું.
સના ખાને એપ્રિલમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને હાલ તે ત્રીજા ટ્રાયમેસ્ટરમાં છે ત્યારે ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. સેલિબ્રિટી ફોટોગ્રાફરે વિરલ ભાયાણી સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘એક નવી જવાબદારી છે અને જે સંતાન હોય છે તે અલ્લાહ તરફથી એક અમાનત હોય છે. તેનું ધ્યાન રાખવું પડે છે. તેથી હું તે બધું કરીશ જે બાળક માટે હેલ્ધી હોય. મારી પ્રેગ્નેન્સીના છેલ્લા કેટલાક અઠવાડિયા ચાલી રહ્યા છે. તેથી હું ખુશ છું, ઉત્સાહિત છું અને થોડી ડરેલી પણ છું.
આ બધી જે લાગણીઓ છે તે કદાચ દરેક નવી મમ્મી અનુભવે છે, તો બસ પ્રામાણિકતાથી કહું તો હું મારા બાળકને જાેવાની રાહ જાેઈ શકતી નથી. પરંતુ ઈંશાઅલ્લાહ, જાેઈએ શું થાય છે. જ્યારે તેને બાળકના નામ વિચારી રાખ્યા છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું તો પોતાનો ઉત્સાહ રોકી શકી નહોતી અને કહ્યું હતું કે ‘તે તો હું પછી કહીશ. નામ તો વિચારીને રાખ્યું છે. છોકરી માટે પણ વિચાર્યું છે અને છોકરા માટે પણ. તો જે પણ આવશે તે બાદ વિચારીશ કે શું કરવું છે અને શું નામ રાખવું છે’. કોમેન્ટ સેક્શનમાં તેના ફોલોઅર્સે તેના ગ્લોના વખાણ કર્યા હતા.
પ્રેગ્નેન્સીની જાહેરાત કર્યા બાદ સના ખાને કહ્યું હતું કે, જ્યારે તમારા લોહી-માંસમાંથી તમારી અંદર કંઈક વિકસી રહ્યું છે તે લાગણીનો અનુભવ થવો અદ્દભુત છે. શરૂઆતના દિવસો ઘણા મુશ્કેલ હતા. તે પથારીમાંથી ઉભી થઈ શકતી નહોતી. તેને તાવ આવતો હતો અને ઉલ્ટી થતી હતી. નર્વસ પણ ખૂબ થતી હતી. ઘણીવાર તો તે ખૂણામાં બેસીને રડતી પણ હતી. તેને લાગે છે કે તેનું બાળક આખી રાત તેને જગાડશે.SS1MS