Western Times News

Gujarati News

અનુપમા સીરિયલમાંથી પાખીએ છોડી દીધો શો?

મુંબઈ, અનુપમાના મેકર્સ દ્વારા રાતોરાત પારસ કલનાવતનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવામાં આવ્યો અને તેને તાત્કાલિક શો છોડવાની ફરજ પાડવામાં આવી તે વાતને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે.rupali ganguly starrer tv serial Anupama

પરંતુ શો સાથે જાેડાયેલી તેની કોન્ટ્રોવર્સી ખતમ થવાનું નામ લઈ રહી નથી. અધૂરામાં પૂરું તેણે ગત મહિને એક ફેનના સવાલનો જવાબ આપતાં દાવો કર્યો હતો કે ‘જાે તક મળી તો અનુપમાના ૮૦ ટકા કલાકારો શો છોડવા માગે છે પરંતુ દરેકમાં જાેખમ લેવાની હિંમત નથી હોતી’. તેના આ સ્ટેટમેન્ટ બાદ રૂપાલી ગાંગુલી સ્ટારર આ શોના એક્ટર્સ મીડિયા સામે આવ્યા હતા અને મેકર્સનો બચાવ કરતાં સેટ પરનું વાતાવરણ હેલ્ધી હોવાનું કહ્યું હતું નિધિ શાહ, આશિષ મેહરોત્રા, સુધાંશુ પાંડે અને અમન મહેશ્વરી બાદ પાખી ઉર્ફે મુસ્કાન બામણે શોના સપોર્ટમાં આવી છે.

શોનું વાતાવરણ ખરાબ છે. હકીકતમાં તે સારું છે. મને ત્યાં કામ કરવાની મજા આવી રહી છે. અન્ય શોની જેમ અહીં ક્યારેય પણ પેમેન્ટને લગતા ઈશ્યૂ થયા નથી અને અમને હંમેશા અમારો ચેક સમયસર મળી જાય છે. તે બાબતે પણ અમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી’, તેમ મુસ્કાન બામણે વાતચીતમાં કહ્યું હતું.

આ સાથે પારસ કલનાવતે શો તેમજ સેટના વાતાવરણ અંગે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, જ્યારે પારસે અન્ય રિયાલિટી શો સાઈન કરવા માટે શોના કોન્ટ્રાક્ટનો ભંગ ત્યારે તે ઈશ્યૂ થયા હતા. વધુમાં તેણે કહ્યું હતું કે ‘મેકર્સ સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ થોડા સમય પહેલા પારસે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’ સાઈન કર્યો હતો અને અનુપમા શો અધવચ્ચે છોડી દીધો હતો. મારા મતે બધું ઠીક થઈ ગયું નથી. પરંતુ મને તે સમજાયું નથી કે તે અત્યારે આ બધી વાત કેમ કરી રહ્યો છે. ૨૩ વર્ષની મુસ્કાન બામણે કહ્યું હતું કે, આ વિવાદ સિવાય પારસ અને અનુપમાની ટીમ વચ્ચે ક્યારેય કોઈ અંગે માથાકૂટ થતી તેણે જાેયું નથી.

‘હું સેટ પર ઘણી બાબતોમાં સામેલ થતી નથી. હું મારા કામ પર ધ્યાન આપું છું અને બાકીનો સમય કાકા સાથે વિતાવુ છું. તેથી હું વિગતવાર કંઈ જાણતી નથી. દરેકનો અલગ-અલગ અનુભવ હોય છે. પારસે તેની પોતાની સમસ્યાના કારણે શો છોડ્યો હતો, શોના વાતાવરણના કારણે નહીં.

અનુપમા શોમાં હાલ સમર અને ડિમ્પલના લગ્નનો ટ્રેક દેખાડવામાં આવી રહ્યો છે. જેમાં મુસ્કાન બામણેની ગેરહાજરી જાેવા મળી રહી છે. જેના કારણે તેણે પણ શો છોડી દીધો હોવાની વાતો વહેતી થઈ છે. જાે કે, તેનું કહેવું હતું કે ‘હું શોનો ભાગ છું. મારે ડેટ સાથે કેટલાક ઈશ્યૂ હતા, કારણ કે અન્ય પ્રોજેક્ટમાં પણ હું કામ કરી રહી હતી. તે વેબ શો હતો અને હું તેમા વ્યસ્ત હતી. મેં મારા ભાગનું શૂટિંગ પૂરું કરી દીધું છે અને અનુપમા માટે ફરીથી કામ શરૂ કરવા તૈયાર છું. હાલ શોમાં એક ટ્રેક ચાલી રહ્યો છે, જે ખતમ થયા બાદ હું કમબેક કરીશ’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.