બિપરજાેયનો ખતરોઃ ગુજરાતના બંદરો પર ૪ નંબરનું સિગ્નલ લાગ્યું
(એજન્સી)વેરાવળ, ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજાેય #CycloneBiparjoy વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજાેયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજાેય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે.
સાયક્લોન બિપરજાેય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજાેય વાવાઝોડું ૧૫ જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ટ્ઠહી કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપ્યું છે.
હાલ બિપોરજાેય વાવાઝોડું પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છના નલિયાથી ૬૧૦ કિમિ દૂર છે. જે બતાવે છે કે તે હવે ગુજરાતની નજીક આવી રહ્યું છે. હાલ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ પર નજર રાખી રહી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી હવે ગુજરાતને ખતરો વધ્યો છે. જેને કારણે ગુજરાતના કેટલાક બંદરો પર ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે.