Western Times News

Gujarati News

વરસાદની સીઝનમાં સિલ્ક કે સ્યુએડ જેવા મટીરિયલ પહેરવાનું ટાળું છુંઃ અનિતા ભાભી 

વરસાદી દિવસો આપણી ફેશનની પસંદગીઓને બગાડે છે, પરંતુ તેનો અર્થ આપણે વ્યવહારુ રીતે સ્ટાઈલને ત્યાગ કરવો જોઈએ એવો થતો નથી. ચતુર ફેશન ટ્રિક્સ સાથે વરસાદથી પળલતી ગલીઓમાં સુંદર અને ફેશનેબલ દેખાવા સાથે પસાર થઈ શકાય છે.

વોટરપ્રૂફ ફેબ્રિક્સથી લઈને ક્રિયાત્મક લેયરિંગ ટેક્નિકસ સુધી સાથે અહીં વરસાદી દિવસોને સ્ટાઈલમાં પહોંચી વળવા માટે અન્ડટીવીના કલાકારો અમુક ફેશન ટિપ્સ આપે છે. આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), સપના સિકરવાર (બિમલેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “તમારા વરસાદના દિવસોના આઉટફિટનું આયોજન કરો ત્યારે ભીનાશને ઝીલી શકે તેવાં કપડાં પસંદ કરવાં જોઈએ. સિલ્ક કે સ્યુએડ જેવા મટીરિયલ ટાળવા જોઈએ, કારણ કે તે વરસાદમાં આસાનીથી હાનિ પામે છે.

આને બદલે જળ પ્રતિરોધક અથવા ઝડપથી સુકાઈ જતાં પોલિયેસ્ટર, નાયલોન અથવા ટ્રીટેડ કોટન જેવાં ફેબ્રિક્સનો ઉપયોગ કરવો જોઈએ. આ ફેબ્રિક્સ ભીની સ્થિતિમાં પણ તમને આરામદાયક અને સ્ટાઈલિશ રાખે છે. મારી ફેવરીટ સીઝન મોન્સૂન દરમિયાન હું વરસાદમાં ચાલીને આનંદ લઉં છું.

આ સીઝનને ધ્યાનમાં રાખીને હું ક્રોપ્ડ પેન્ટ્સ અને ક્રોપ ટોપ્સ, ટી-શર્ટસનો સમાવેશ ધરાવતા વ્યવહારુ છતાં ફેશનેબલ વેરને કોટી શર્ટસ સાથે પેર કરું છું, મિડી સ્કર્ટસ અને વાઈડ લેગ ટ્રાઉઝર્સ સાથે ટ્યુબ ટોપ્સને મેચ કરું છું. સ્કાર્ફ સ્ટાઈલિશ એસેસરીનું કામ કરે છે અને વરસાદથી મારા વાળને બચાવે છે. વરસાદ શરૂ થતાં હું મારી ગરદન આસપાસ તે તુરંત વીંટી દઉં છું અને મારા માથા પરથી પણ ઓઢી લઉં છું.

વરસાદી દિવસોમાં મોટે ભાગે વાદળિયું વાતાવરણ હોય છે, જેથી તમારા આઉટફિટમાં સ્વર્ણિમ રંગોનો સમાવેશ કરતાં તે ઝળહળી ઊઠે છે. રંગીન રેઈનકોટ, બોલ્ડ એસેસરીઝ અથવા રંગીન છત્રી ખુશમિજાજી અને આકર્ષક લૂક આપે છે. તમારો મૂડ સારો બનવા સાથે રાખોડી આકાશ વચ્ચે ફેશન સ્ટેટમેન્ટ પણ બનાવે છે. આથી હું હંમેશાં ચોમાસામાં મહત્ત્વપૂર્ણ એસેસરીઝ તરીકે રંગીન છક્રી જોડે રાખું છું. હું સનસ્ક્રીન, વોટરપ્રૂફ મેસ્કરા અથવા આઈલાઈનર અને લિપ બામ સહિત મેકઅપ માટે વોટરપ્રૂફ પ્રોડક્ટો અપનાવું છું.”

દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “ચોમાસામાં મારાં કપડાંની પસંદગીમાં મુખ્યત્વે તે વજનમાં હલકાં હોય અને કોટન તથા લિનેન જેવાં બ્રીધેબલ ફેબ્રિક્સ હોય તેની ખાતરી રાખું છું. આ પસંદગીને લીધે હું આરામદાયક મહેસૂસ કરું છું અને વરસાદના સંજોગોમાં તુરંત સુકાઈ જાય છે. હું સામાન્ય રીતે ભેજને કારણે કોટન શોર્ટ સ્કર્ટ, સાડી, કુરતી, ક્લાસિક લિનેન અથવા કોટન ટ્રાઉઝર પહેરું છું. આ પસંદગી સ્ટાઈલને નિખારવા સાથે વરસાદી દિવસોમાં વ્યવહારુતા પણ આપે છે.

હું આરામદાયક શોર્ટ ડ્રેસીસને પણ અગ્રતા આપું છું અને મારી ટેસ્ટ અને મૂડને અનુકૂળ વિવિધ સ્ટાઈલને સમાવી લઉં છું. હું સ્કાર્વ્ઝ, દુપટ્ટા અને હલકા વજનની જ્વલેરી જેવી એસેસરીઝ સાથે મારા મોન્સૂન લૂકને પૂર્ણ કરવા આ ગારમેન્ટ્સ પેર કરું  છું. આ ઉમેરા મનોહરતામાં વધારો કરતા સાથે વરસાદના સંજોગોમાં ફંકશનાલિટીની ખાતરી રાખે છે. હું મારા કપડાની પસંદગીમાં દ્રષ્ટિગોચર ડાઘની ચિંતા કર્યા વિના ડાર્ક શેડ્સ અપનાવું છું.

લાઈટ પેસ્ટલ શેડ્સ વરસાદી નિશાન હાઈલાઈટ કરે છે, જેથી આ સીઝન માટે તે ઓછા આદર્શ છે. ઉપરાંત હું સ્કાર્ફ પહેલીને વરસાદના પાણીથી મારા લાંબા વાળનું રક્ષણ કરવા અગ્રતા આપું છું. સ્કાર્ફ કવચ આપવા સાથે મારા એકંદર લૂકમાં સ્ટાઈલિશ તત્ત્વનો ઉમેરો કરે છે.”

હપ્પુ કી ઉલટન પલટનની સપના સિકરવાર ઉર્ફે બિમલેશ કહે છે, “ચોમાસાની મોસમમાં એથનિક કપડાં પહેરવાનું લાક્ષણિક ટી-શર્ટ અને પેન્ટ્સના કોમ્બોની સહજતાની તુલનામાં પડકારજનક બની શકે છે. જોકે એથનિક વેરની ચાહક તરીકે હું મોન્સૂનમાં મારા લૂકને સૂટ કરવા માટે કસ્ટમાઈઝ કરું છું.

દાખલા તરીકે, હું ક્રોપ્ડ સ્ટ્રેઈટ ફિટ પેન્ટ્સ અથવા ઘૂંટીની ઉપર આવતા બ્લેક લેગિંગ્સથી કુરતાને પેર કરું છું. ડાર્ક અથવા બ્રાઈટ છાંટ અને સહેજ રિલેક્સ્ડ સિલ્હટ મારા કુરતા સાથે પૂરક બને છે. મારી સ્ટાઈલને કેઝ્યુઅલ અને હલકી રાખવાથી મારે માટે ઉત્તમ ફેશન સ્ટેટમેન્ટ બનાવે છે.

હું મોન્સૂનમાં ચહેરાને હાઈડ્રેટેડ રાખવાને પણ મહત્ત્વ આપું છું, જેથી હું હલકો અને પાઉડર આધારિત મેકઅપને અગ્રતા આપું છું. સીઝન બાલ્કનીમા રિલેક્સ કરવાની અને આરામદાયક કપડાં પહેરીને ગરમાગરમ કોફી પીવાની મજા આપે છે. આ માટે મને ઘરે લાઉન્જિંગ માટે કોટન કોર્ડ સેટ્સ અથવા કોઝી નાઈટ સૂટ ફાવે છે.

આ સમાયોજન કરીને હું એથનિક વેર માણવાનું ચાલુ રાખવા સાથે વરસાદી હવામાનમાં વ્યવહારુતા અને આરામની પણ ખાતરી રાખું છું. ઉપરાંત ફૂટવેરની વાત આવે ત્યારે તમારાં ફેવરીટ શૂઝને બગાડશો નહીં. વોટરપ્રૂફ બૂટ્સ અથવા સ્ટાઈલિશ વરસાદ અનુકૂળ ફૂટવેરની જોડી ખરીદી કરો. સ્વર્ણિમ રંગોમાં ક્લાસિક રેઈન બૂટ્સ અથવા વોટરપ્રૂફ કોટિંગ સાથે ટ્રેન્ડી એન્કલ બૂટ તમારા એકંદર લૂકને ફેશનેબલ સ્પર્શ આપીને તમારા પગને સૂકા રાખી શકે છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.