બાળકોને મધ્યાહન ભોજનમાં કપાસિયાના બદલે સિંગતેલમાં રાંધેલો ખોરાક અપાશે
હાલ અપાતું કપાસિયા તેલ આગામી સમયમાં બંધ કરાશેઃ શિક્ષણ મંત્રી
ગાંધીનગર, શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીડોરે આગામી સમયમાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને સીગતેલનું ભોજન આપવામાં આવશે તેવવી જાહેરાત કરી છે. તેના કારણે મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા ૪૩ લાખ જેટલા વિધાર્થી-બાળકોને હાલ કપાસીયા તેલની વાનગીઓ ખાવી પડે છે. તેમાંથી મુકિત મળશે.
સાળંગપુર બોટાદ ખાતે સ્કીલ ડેવલપમેન્ટ અને સામાજીક સુરક્ષા અંગેનો રાજય કક્ષાનો સેમીનાર યોજાયો હતો. તે પછી માહિતી આપતા ડો.ડિડોરે કહયું હતું કે મધ્યાહન ભોજન યોજનાના બાળકોને સીગતેલ આપવા માટે બેઠકો યોજાઈ રહી છે. અને આગામી સમયમાં સિગતેલનો ઉપયોગ તેમના ભોજનમાં ઉપયોગ કરવામાં આવશે.
હાલ બાળકોને કપાસીયા તેલનું ભોજન ખાવું પડે છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજનામાં સિગતેલ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, બાળકોને કોરોના સમયગાળા પહેલા સીગતેલનું ભોજન અપાતું હતું. પરંતુ લગભગ ત્રણ વર્ષથી કપાસીયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કપાસીયા તેલના બદલે સીગતેલના ઉપયોગ કરવા માટે પીએમ પોષણ શકિતનિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહાસંઘ દ્વારા પણ અવારનવાર માગણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ભારતીય મજદુર સંઘ રાષ્ટ્ર હિતમાં અનેરૂ યોગદાન આપી રહયું છે. અખીલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ હિરણસ્મય પંડયા અને મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહાસંઘના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
લેબર-ર૦ અને મજદુર સંઘના અધ્યક્ષ હિરણયમય પંડયાને ભારતીય મજદુર સંઘના કાર્યાલયના નિર્માણ માટે ૭.૬૦ લાખનો ચેક કરતી ભારતીય મજદૂર સંઘની ટીમ દ્વારા અર્પણ કરાયો હતો.