Western Times News

Gujarati News

બિપોરજાેય વાવાઝોડુંઃ લોકો ભારે હૈયે ઘર છોડવા મજબૂર બન્યા

મોરબી, મોરબી પોલીસ દ્વારા હાલ બિપોરજાેય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આવા કપરા સમયે મોરબી પોલીસ દ્વારા મોરબી માળીયાના દરિયાઈ કિનારા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Biparjoy Cyclone: People were forced to leave their homes in a heavy heart

મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બિપોરજાેય વાવાઝોડાના પગલે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે અને હેડ કવાર્ટર ના છોડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે-સાથે મોરબી એલસીબી અને મોરબી એસઓજી સહિત મોરબી તાલુકા પોલીસ, માળીયા મીયાણા અને એ ડિવિઝન, બી ડિવિઝન, ટ્રાફિક શાખા મળી કુલ ૧૬થી વધુ અધિકારીઓ સાથે ૧૫૦થી વધુ પોલીસકર્મીઓની ટીમ ખડેપગે રાખવામાં આવી છે. જેમાં મોરબી પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા લોકો માટે શાળા અને સામજીક વાડીઓ તેમજ અન્ય નક્કી કરેલા આશ્રયસ્થાનો પર ખસેડવા અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મોરબીમાં વાવાઝોડાના પગલે તંત્રના કહેવા મુજબ હાલ ૧૫૮૦થી વધુ લોકોનું સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે સાથે જે લોકો હજુ પોલીસના સંપર્કમાં નથી તેઓ સુધી પોલીસ પહોંચી અને તમામ વ્યવસ્થા કરી રહી છે, ત્યારે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પણ લોકોને બને ત્યાં સુધી આગાહીના સમય દરમ્યાન જીલ્લા કલેકટરે કરેલા જાહેરનામાનો કડકપણે અમલ કરવા અને દરિયાઈ વિસ્તારમાં ન જવા અપીલ કરી છે.

સાથે-સાથે મોરબી પોલીસની કોઈપણ જરૂર પડે તો મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ ૦૨૮૨૨ ૨૪૩૪૪૮ પર અથવા નજીક ના પોલીસ મથકનો સંપર્ક કરે અને ખોટી અફવાઓમાં ન આવે.

એટલું જ નહીં ખોટી અફવાઓ ફેલાવનારા તત્વોથી દૂર રહે અને આવું કોઈ અફવા ફેલાવે તો તેની જાણ પોલીસને કરે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ખોટી અફવાઓ ફેલવવો ગુનો છે, જાે કોઈ શખ્સ એવું કૃત્ય આચરશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી ત્રણ દિવસ મોરબીના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે કપરા છે, જેથી લોકો સાવચેત રહે અને નાનામાં નાની વાત હોય તો પોલીસનો સંપર્ક કરે તે અત્યંત જરૂરી છે.

એટલું જ નહીં ખોટી અફવાઓ ફેલાવનારા તત્વોથી દૂર રહે અને આવું કોઈ અફવા ફેલાવે તો તેની જાણ પોલીસને કરે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ખોટી અફવાઓ ફેલવવો ગુનો છે, જાે કોઈ શખ્સ એવું કૃત્ય આચરશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આગામી ત્રણ દિવસ મોરબીના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે કપરા છે, જેથી લોકો સાવચેત રહે અને નાનામાં નાની વાત હોય તો પોલીસનો સંપર્ક કરે તે અત્યંત જરૂરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.