કલ્યાણી શાળાની વિદ્યાર્થિનીઓને રોટરી એક્ષેલન્સ એવોર્ડ -૨૦૨૩ એનાયત થયા
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ માં રોટરી ક્લબ વલસાડ આયોજિત “ રોટરી એક્ષેલન્સ એવોર્ડ -૨૦૨૩ ” એનાયત થયા , જેમાં વલસાડ જિલ્લાની ૨૩ જેટલી શાળાઓના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ ને ઉપસ્થિત વિવિધ શાળાના આચાર્યો
અને શિક્ષક મિત્રો તથા વાલીઓની ઉપસ્થિતિ વચ્ચે વલસાડ રોટરી કલબ દ્વારા ધોરણ -૧૦ માં શાળામાં પ્રથમ આવનાર કુમારી નિશા એસ. મારવાડી ૮૮.૮૭ % દ્વિતીય ક્રમે આવનાર કુમારી સયુઝી પી. પટેલ ૮૫.૩૩ ? અને તૃતીય સ્થાને આવના રમફેસાબેગમ એસ. શેખ ૮૫ ? ને અનુક્રમે રૂપિયા ૫૦૦૧, ૩૦૦૧ અને ૨૦૦૧ રૂપિયા ઇનામનો ચેક
તથા વિજેતા ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઇનામના દાતા રોટેરીયન શ્રી સુનિલ જૈન તથા રોટરી કલબ વલસાડના પ્રેસિડેન્ટ સ્વાતિ શાહના હસ્તે વિદ્યાર્થીઓને ટ્રોફી અને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ કુ. નિશા અને કુ. સયુઝી એ ખુબ સરસ પ્રતિભાવો રજુ કરી ઉપસ્થિત તમામની શાબાશી મેળવી હતી.
આ પ્રસંગે આચાર્યશ્રી સુનિલ પટેલે પોતાના પ્રતિભાવમાં રોટરી ક્લબની આ પ્રકારની પ્રોત્સાહક પ્રવૃત્તિને બિરદાવી હતી. અને દાતાઓનો બાળકોને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને આ પ્રકારની પ્રબલન પ્રવૃત્તિથી બાળકોમાં આગળ વધવાની પ્રેરણા અને શાળામાં સારું પરિણામ લાવવાની શિક્ષકોમાં એક તંદુરસ્ત પ્રેરણા જન્મે એ બાબત અગત્યની છે એમ જણાવ્યું હતું.
આ ઇનામ વિતરણ સમારોહમાં ઇનામ લેતા બાળકો, વાલીઓ તથા શિક્ષકોના ચહેરા પર જે સ્મિત અને ખુશી છલકતી હતી એની પાછળ આ એવોર્ડ નો સિંહ ફાળો છે એવું જણાવ્યું હતું. શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈ પણ આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય શ્રી એ તમામ શાળાઓના વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી રોટરી કલબ ઓફ વલસાડ અને શ્રી દિનેશભાઈ શાહ તથા શ્રી સુનીલભાઈ જૈન નો સહૃદય પૂર્વક આભાર વ્યકત કર્યો હતો. તમામ શાળાના પ્રથમ ક્રમે વિજેતા વિધાર્થીઓના હોર્ડિંગ્સ વલસાડ ના જાહેર સ્થળોએ લગાવવામાં આવશે.