Western Times News

Gujarati News

EDની ધરપકડ બાદ તમિલનાડૂના મંત્રીની હાલત ખરાબ થઈ ગઈ

નવી દિલ્હી, તમિલનાડૂના ઊર્જા મંત્રી વી સેંથિલ બાલાજી એક મની લોન્ડ્રીંગ મામલાની તપાસનો સામનો કરી રહ્યા છે. બુધવારે સવારે ઈડીના અધિકારીઓ તેમની ધરપકડ કરી છે. જેવું અધિકારીઓએ તેમને સાથે લઈ ગયા, તો તેઓ રડવા લાગ્યા હતા. તેના એક દિવસ પહેલા મિનિસ્ટર સાથે જાેડાયેલ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.

ત્યાર બાદ ઈડીએ મેડિકલ તપાસ માટે ચેન્નઈના ઓમાંદુરાર સરકારી હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં પણ હાઈવોલ્ટેજ ડ્રામા કર્યા હતા. ત્યાં તેઓ કારની સીટ પર સુઈ ગયા હતા અને રડી રહ્યા હતા.

તેમને દુખાવો ઉપડ્યો હતો. તેઓ બેચેન થઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમના સમર્થકો પણ ત્યા્‌ં આવી ગયા હતા. વી સેંથિલ બાલાજીને ઈડીએ જેવી ધરપકડ કરી કે તેઓ જાેરજાેરથી રડવા લાગ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત ખરાબ થઈ ગઈ. ઈડીના અધિકારીઓએ તરત તેમને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ બહાર તેમના સમર્થકોએ નારેબાજી કરી હતી. ઈડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર થવા લાગ્યા. જ્યાં તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા. ઊર્જા મંત્રી કારમાં સુઈ ગયા હતા.

ડીએમકે સાંસદ અને વકીલ એનઆર એલાંગોએ જણાવ્યું કે, સેંથિલ બાલાજીને આઈસીયૂમાં શિફ્ટ કર્યા છે. ડીએમકે નેતાએ કહ્યું કે, ઈડીએ સત્તાવાર રીતે બાલાજીની ધરપકડની પુષ્ટિ નથી કરી. તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો, સેંથિલ બાલાજીને આઈસીયૂમાં ટ્રાંસફર કર્યા હતા. ડોક્ટર સારવાર કરી રહ્યા છે. તેમની સ્થિતી શું છે, એતો ડોક્ટર્સ જ બતાવી શકે. ડીએમકે સાંસદે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, તેમની સાથે મારપીટ થઈ છે.

ડોક્ટરે સારી રીતે રિપોર્ટ તૈયાર કરવો જાેઈએ. તમામ ઈજાને નોટ કરવી જરુરી છે. સત્તાવાર રીતે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. પ્રોસેસ અનુસાર, ઈડીની ધરપકડ પહેલા સૂચિત કરવું જાેઈએ.

ઈડી પર આરોપ લગાવતા સાંસદે કહ્યું કે, કાલે સવારે સાત વાગ્યે મંત્રીને તેમના ઘરે નજરકેદ કર્યા હતા. સવારથી લઈને ૧૪ જૂનની રાત ૨.૩૦ કલાક સુધી કોઈ પણ મિત્ર, સંબંધી, વકીલ સાથે મળવા નહોતા દીધા. બે વાગ્યે અચાનક તેમને હોસ્પિટલમાં લઈ ગયા. સાંસદે કહ્યું કે, એવું લાગી રહ્યું હતું કે, જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં નહોતા. ડીએમકે મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ જે થઈ રહ્યું છે, તેના વિરુદ્ધ અમે કાયદાની મદદ લઈશું. ભાજપ લીડરશિપવાળી સરકારે અમને ડરાવી શકશે નહીં. આ લોકો ધમકીવાળી રાજનીતિ કરી રહ્યા છે. ડીએમકે નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ઈડી અધિકારીઓએ જ્યારે તેમની ધરપકડ કરી તો, તેમની છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. હોસ્પિટલ લઈ જતી વેળાએ તેઓ ભાનમાં નહોતા. આ દરમ્યાન રાજ્ય સરકારના મોટા મોટા નેતાઓએ હોસ્પિટલ બહાર એકઠા થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.