Western Times News

Gujarati News

હરણ ઘાસ નહીં પરંતુ એક મૃત સાપને આરોગી ગયુ

નવી દિલ્હી, બિપોરજાેય વાવાઝોડાના દ્રશ્યો વચ્ચે સોશિયલ મીડિયામાં હાલ એક વાયરલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. આપણે અગાઉ એક સિંહને ખડ (ઘાસ) ખાતા તો જાેયો જ છે. પરંતુ શું તમને એવું કહેવામા આવે કે ‘એક હરણ એક સાપને પોતાના દાત વડે ચાવી ચાવીને ખાય રહ્યું છે!’ તો શું તમે માનશો? હા, બિલકુલ સાચી વાત. આવું જ એક દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. જાે કે આ દ્રશ્ય ચોક્કસ કઈ જગ્યાનું છે તે જાણી શકાયું નથી પરંતુ હાલ ઇન્ટરનેટ પર ઘણું જ ધૂમ મચાવી રહ્યું છે.

હાલ સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત બિપોરજાેય ચક્રવાત ઉપર મીટ માંડીને બેઠું છે. આપણે જાેઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ વિસ્તારોમાં થયેલા નુકસાન અને વાવાઝોડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને વાવાઝોડાના આવા દ્રશ્યો વાયુવેગે યુઝર્સમાં ભારે વાઇરલ પણ થઈ રહ્યા છે.

પરંતુ આ બધાની વચ્ચે એક એવો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે કે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હશે કે આવી ઘટના પણ બનશે. એક સાધારણ હરણને આપણે જાેઈએ છીએ એટ્‌લે કેવો ભાવ આવે છે? એકદમ શાંત અને ડરપોક પ્રાણી તરીકે જાણીતું હરણ સૌ નાના મોટાનું પ્રિય પ્રાણી રહ્યું છે.

આવા જ એક હરણનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે, ઘાસ નહીં પરંતુ એક મૃત સાપને આરોગી રહ્યું છે. હા, તમે બરાબર સાચુ જ વાંચ્યું છે કે, એક હરણ, એક સાપને આરામથી પોતાના દાંત વડે ચાવી રહ્યું છે. જાે કે આ વાયરલ વિડીયો ચોક્કસ કઈ જગ્યાનો છે તે જાની શકાયું નથી પરંતુ હાલ ઇન્ટરનેટ પર ઘણું જ ધૂમ મચાવી રહ્યું છે.

આપણે વિડિયોમાં જાેઈએ શકીએ છીએ કે એક પ્રવાસી પોતાની કારમાંથી હરણનો વિડીયો કેપચાર કરે છે. અને હરણ એક સાપ ખાતુ જાેવા મળી રહ્યું છે. વિડીયો ઉતારનાર શખ્સ પણ કુતુહાલમાં સરકી જાય છે. આપણે વિડિયોમાં જાેઈએ શકીએ છીએ કે કઈ રીતે હરણ આરામથી સાપ ખાય રહ્યું છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયમાં ભારે ધૂમ મચાવી રહ્યો છે. અને લોકો તેના પર તરહ તરહની કમેંટ્‌સ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.