રાજ્યકક્ષા વોટર પોલોમાં નડિયાદની ટીમ ચેમ્પિયન બની
રાજ્યકક્ષા વોટર પોલોમાં નડિયાદ ચેમ્પિયન તારીખ ૮/ ૬/૨૩ ના રોજ ગુજરાત સ્ટેટ એક્ટિવેટ એસોસિએશન દ્વારા રાજકોટમાં રેસ ક્રોસ સ્નાનાગારમાં સિનિયર વોટરપોલોની રાજ્યકક્ષાની હરીફાઈ યોજાઈ હતી.
તેમાં નડિયાદ ની ટીમ ફાઇનલમાં આવી ને સામે રાજકોટની ટીમને હરાવી રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવેલ છે.
તેમાં ભાગ લેનારને તમામને તેમના કોચ મયંક પટેલ ,અલ્પેશ પટેલ, સ્નેહલ શાહ, વિરલ શાહ દ્વારા અભિનંદન પાઠવી આગામી બેંગ્લોર ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની વોટર પોલોમાં પસંદગી પામેલ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)