Western Times News

Gujarati News

ટ્રેનમાં મુસાફરોનો સામાન તફડાવનાર રીઢો ચોર ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ટ્રેનમાં રાત્રિ દરમિયાન મુસાફરો નો નજર ચુકવી સર સામાનની શિક્ત પુર્વક તફડંચી કરતા નડિયાદના રીઢા ચોર વિનોદ ઉર્ફે શૈલેષ વિક્રમ તળપદાને ખેડા એલસીબી પોલીસે બાતમીના ના આધારે નડિયાદ ખાતેથી ચોરી કરેલ રૂપિયા ૫૧,૬૦૦ ની કિંમતના સામાન સાથે ઝડપી પાડ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા એલસીબી પીઆઇ કે.આર.વેકરીયાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સ્ટાફના હેઙકો,સુતુરાજસિંહ, અમરાભાઇ, કુલદિપસિંહ, જીતેન્દ્રકુમાર , હિરેનકુમાર અને.પંકજકુમાર ની ટીમ નડિયાદ શહેરમાં પેટ્રોલિંગમાં હતી

ત્યારે ટીમના ઋતુરાજસિંહ ને મળેલ બાતમીના આધારે શેર કંડ તળાવ પાસેથી રીઢા ચોર વિનોદ ઉર્ફે શૈલેષ વિક્રમ તળપદા રહે.નડિયાદ ખાડવાઘરી વાસ, કેળાની વખારની ગલીમાં, ભગા નારાનું ફળીયું, સંતઅન્ના ચોકડી, હાલ રહે.નડિયાદ પવન ચક્કીરોડ, વરીયા પ્રજાપતી વાડી પાસે, લાલભાઇના મકાનમાં

ભાડેથી એક કોલેજ બેગ મુકેલ બે લેપટોપ,મોબાઇલ ફોન, માઉસ, ચાર્જર, હેન્ડસ્ટ્રી વિગેરે ઇલેકટ્રોનિક સાધન-સામગ્રી સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ માં તે સાધન સામગ્રી સંદર્ભે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેથી પોલીસે રીઢા ચોર વિનોદ ઉર્ફે શૈલેષ વિક્રમ તળપદા ની અટકાયત કરી

રૂપિયા ૫૧,૬૦૦ ની કિંમત નો લેપટોપ મોબાઈલ સહિત નો ઇલેક્ટ્રોનિક સામાન કબ્જે કર્યો હતો બાદ પોલીસે રીઢા ચોર વિનોદ ઉર્ફે શૈલેષ વિક્રમ તળપદા ની આગવી ઢબે હાથ ધરેલ પૂછપરછમાં તેણે આ ઇલેકટ્રોનિક સરસામાન ચાર દિવસ પહેલા નડિયાદ રેલવે સ્ટેશનને ઉભી રહેલ રાણકપુર એક્સપ્રેસ ટ્રેન ના જનરલ ડબ્બામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી

પોલીસ તપાસમાં આ મામલે રાજસ્થાનના જાેધપુર ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો ખુલાસો થયો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.