Western Times News

Gujarati News

શાળામાંથી બાંધકામની ટાઈલ્સની ચોરી કરતાં ચોરોને પોલીસે ઝડપ્યા

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા લાલપુર પ્રાથમિક શાળામાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક અજાણ્યા ચોરોએ પ્રાથમિક શાળામાં હાથ અજમાવી ટાઇલ્સની પેટીઓ ઉઠાવી ગયા હતા. The thieves were caught by the police while stealing construction tiles from the school

વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાની લાલપુર પ્રાથમિક શાળા મ શાળાના ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું છે જે બાંધકામમાં ઉપયોગ માટે ટાઇલ્સની પેટીઓ વગેરે બાંધકામ મટીરીયલ શાળાના કમ્પાઉન્ડમાં ઉતારેલું હતું

જે તારીખ ૧૦ મી જૂન ના રાત્રે કેટલાક અજાણા ચોરો ચોરી કરી ગયા ની ફરિયાદ બાયડ પોલીસમાં તકે નોંધાયા બાદ બાયડ પોલીસ મથકના પી.એસ.આઇ એસ કે દેસાઈ અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં લાલપુર ગામની સીમમાંથી મુદ્દામાલ ટાઇલ્સની પેટીઓ નંગ. ૭૯. કિંમત રૂપિયા ૩૩,૦૨૨/-નો કબજે લઈ ચોરી કરનાર ચોરો

(૧)રમેશભાઈ ભલાભાઇ તરાર. ( ૨)ગીરીશભાઈ ભલાભાઇ ખાંટ (૩)અજયભાઈ અરવિંદભાઈ ભોઈ (૪)સુરજ જવરાભાઈ ખાંટ તમામ રહે. લાલપુર તા બાયડ ને ઝડપી લઇ ફરાર આરોપી ગીરીશભાઈ ભવાનભાઈ ખાંટ રહે. સીમલજને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.