Western Times News

Gujarati News

દહેજ પોર્ટ પર દરિયાનાં પાણી ફરી વળ્યાંઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ

File

કચ્છ અને દ્વારકા પર સૌથી વધુ જાેખમ ઃ વાવાઝોડાની દહેશત વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો: દ્વારકાના હરીકુંડમાં દરિયાના પાણી ઘુસ્યાંઃ 

અમદાવાદ, બિપરજાેય વાવાઝોડુ વારંવાર ગતિ અને દિશા બદલતું હોવા છતાં ધીમે ધીમે ગુજરાતના દરિયા કિનારાની નજીક આવી રહ્યું છે. ત્યારે આવતીકાલ તા.૧૫મીના રોજ સાંજે બિપરજાેય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

જેનાં પગલે આગમચેતીના તમામ પગલાં ભરવામાં આવ્યાં છે. છેલ્લાં ૨૫ વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટું વાવાઝોડું છે અને તેનાથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સૌથી વધુ કચ્છ અને દ્વારકા ઉપર જાેખમ તોળાઈ રહ્યું છે.

આ ઉપરાંત જામનગર, ભાવનગરમાં પણ મોટુ જાેખમ તોળાઈ રહ્યું છે. વાવાઝોડુ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતના કાંઠા વિસ્તારમાં દરિયો ગાંડોતૂર થઈ ગયો છે અને કિનારાનાં વિસ્તારોમાં તેનાં પાણી ઘૂસી ગયાં છે.

દ્વારકાના હરિકુંડમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. જ્યારે દહેજ પોર્ટ ઉપર દરિયાનાં પાણી ફરી વળ્યાં છે. સંભવિત વાવાઝોડાની દહેશત વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આવતીકાલે વાવાઝોડુ ત્રાટક્યા બાદ દરિયાકાઠાંના વિસ્તારોમાં ૧૨૦ કિ.મી. કરતાં વધુની ઝડપે પવન ફુંકાવા સાથે અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત તા.૧૬ અને ૧૭મીના રોજ ઉત્તર ગુજરાતમાં તોફાની પવન સાથે અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આજે પણ દિવસભર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ભારતીય લશ્કરની ટુકડીઓ તથા એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ ટીમો દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે.

બિપરજાેય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (આએમડી)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપોરજાેય વાવાઝોડું લગભગ દર કલાકે ૫ કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકારથી લગભગ ૨૯૦ કિ.મી.ના અંતરે રહી ગયું છે. ૧૫ જૂનની સાથે તે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે.

બિપરજાેય વાવાઝોડું આવતીકાલે ૧૫ જુને સાંજે ત્રાટકશે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ કાંઠે જાેવા મળશે. હાલ દ્વારકાના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય રહ્યો છે અને દરિયામાં ભારે કરંટ જાેવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાની જાણએસડીએમપાર્થ તલસાણીયા દ્વારા કરવામાં આવી હતી.

સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત ૯ ગામોની બજારો આવશ્યક વસ્તુઓ સિવાય ૧૪ જૂને સાંજે ૮ વાગ્યાથી ૧૬ જૂને ૬ વાગ્યા સુધી બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે.

બિપરજાેય વાવાઝોડાને પગલે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમની સાથે બેઠક કરીને વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચનો કર્યા હતા.

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂલક્ષી ર્નિણય કર્યો હતો. લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી,જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદામાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. બિપોરજાેય વાવાઝોડાના કારણે રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજાેય વાવાઝોડાને કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય રહ્યો છે ત્યારે દ્વારકના જગત મંદિરની ૫૨ ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સતત બીજા દિવસે પણ દ્વારકાના જગત મંદિરે ધ્વજા ચડાવવામાં આવશે નહીં જે ઈતિહાસમાં પહેલીવાર બનશે.

વાવાઝોડા બિપોરજાેયને લઈને ઉત્તર ગુજરતમાં આગામી ૧૬મી અને ૧૭મી જૂન બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બિપોરજાેય વાવાઝોડાની અસર હવે અમદાવાદમાં પણ જાેવા મળી રહી છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે.

અનેક જગ્યાએ ઝાપટાંની સ્થિતિ જાેવા મળી હતી. તેની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં ગઈકાલે એક વીજ થાંભલો ભારે પવનના કારણે તૂટી પડ્યો હતો,

અને દાદા પૌત્રને તૂટી પડેલા વિજથાંભલાના કારણે ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી પૌત્રને વધુ ઇજા થવાથી અમદાવાદ ખસેડાયો છે. હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાને કારણે ૩૭૫ ગામોમાં વિજ વિક્ષેપ થયો છે

જખૌ બંદરેથી બિપોરજાેય વાવાઝોડું માત્ર ૨૮૦ કિલોમીટર દૂર રહી ગયું છે. તેની તીવ્રતા પણ વધી જવાને કારણે ભારતના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આ પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.