Western Times News

Gujarati News

રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ બે દિવસ બંધ રહેશે

Ahmedabad iconic foot overbridge Atal bridge

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

૧૫ જૂનથી ગુરૂવારના રોજ બપોરે ૨ વાગ્યાથી ૧૬ જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ માટે બંધ

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી ૧૫ જૂનથી ગુરૂવારના રોજ બપોરે ૨ વાગ્યાથી  ૧૬ જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ તેમજ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાથે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે “બિપરજોય” વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જાહેર જનતાની સુરક્ષા અને સલામતીના કારણોસર બંધ રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.