Western Times News

Gujarati News

બિપોરજાેય વાવાઝોડાના વીડિયો અવકાશયાત્રીએ શેર કર્યો

અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડા સામે તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરિયાકાઠે NDRF, SDRFની ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

બિપોરજાેય કચ્છ અને દ્વારકાના દરિયાકાઠાથી ગુજરાતમાં પ્રવેશવાનું છે ત્યારે હવે આ બિપોરજાેય વાવાઝોડાની સેટેલાઈટ તસવીર સામે આવી છે. મૂળ સાઉદી અરેબિયાના અવકાશીયાત્રી સુલતાન અલ્નેદીએ તેમના ટિ્‌વટર હેન્ડલ પર સેટેલાઈટનો વિડીયો મૂક્યો છે.

આ વિડીયોમાં અરબ સાગરમાં રચાયેલુ ઉષ્ણકટિબંધીય બિપોરજાેય વાવઝોડુનો અવકાશી નજારો જાેવા મળી રહ્યો છે. સાઉદીના અવકશયાત્રી સુલતાને વિડીયોની સાથે સાથે બિપોરજાેય વાવાઝોડાની તસવીરો પણ તેના ટિ્‌વટર હેન્ડલ પરથી શેર કરી છે. તસવીરોમાં જાેવા અરબસાગરમાં રચાયેલુ ભયંકર વાવાઝોડુ પણ જાેવા મળી રહ્યું છે.

વાવાઝોડુ કેટલુ ગંભીર અને ભયંકર છે, તેનો અંદાજ આ તસવીરથી લગાવી શકાય છે. વાવાઝોડાને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. અમદાવાદમાં મોડી સાંજે સેટેલાઈટ, વસ્ત્રાપુર, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો હતો.

વરસાદને કારણે મોડી સાંજે જાેરદાર પવન ફૂંકાયો હતો. આ સાથે ભારતીય હવામાન વિભાગના ડીજી મહાપાત્રાએ જણાવ્યુ હતુ કે, ૧૫ જૂનનની સાંજે બિપોરજાેય વાવાઝોડુ ૪થી ૮ વાગ્યની વચ્ચે દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડુ મહદઅંશે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાઠા પર ટકરાશે.

વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છના જખૌ બંદર પર થવાની શક્યતા છે.જ્યારે પાકિસ્તાનના કરાંચીના દરિયાકાઠા પર પણ વાવાઝોડાની અસર દેખાવાની શક્યતા છે.

આવતીકાલે એટલે કે, ૧૫મી જૂનના રોજ સવારે દરિયાકાઠા પર આવેલા જિલ્લાઓમાં ૧૨૫થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે સાંજ સુધીમાં પવનની ગતિ ૧૫૦ થઈ જશે.

મહાપાત્રાએ જણાવ્યું કે આ જિલ્લાઓમાં સવારે ૧૨૫ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે સાંજ સુધીમાં આ તોફાની પવનની તાકાત વધી જશે. જે ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

ગુરુવારે પણ આ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે આ ચક્રવાત સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના બંદરની નજીક ત્રાટકશે, ત્યારે તેની ઝડપ લગભગ ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાકની હશે. પવનની ઝડપ વધુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન કચ્છ જિલ્લાને સૌથી વધુ અસર થશે. મહાપાત્રાએ કહ્યું કે આ વાવાઝોડાની અસર બીજા દિવસે પણ જાેવા મળશે.

આ દરમિયાન બનાસકાંઠા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડામાં જૂના મકાનો, કાચા મકાનો, વૃક્ષ, બંદરો અને ટાવર વગેરેને નુકસાન થઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં શિપિંગ હિલચાલ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં, IMDએ અગાઉ જે આગાહી કરી હતી તે મુજબ રાજ્યમાં બચાવ અને સાવચેતીને લઈને તૈયારીઓ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.