Western Times News

Gujarati News

૧૪૪૩ની આસપાસ આખી દ્વારકા દરિયાની અંદર ડૂબી ગઈ હતી

અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું મહાવિનાશ બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે દેવભૂમિદ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર પર વધુ એક ધ્વજા ચઢાવવામાં આવી છે. બિપોરજાેયથી વિનાશ ન થાય તે માટે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

અરબ સાગરમાં બનેલા આ વિનાશકારી વાવાઝોડાએ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતકાળમાં વસાવેલી નગરીની પણ યાદો તાજા કરે છે. દ્વારકાધામની કેટલીક વસ્તુઓ વર્ષ ૨૦૧૭માં આર્કિયોલોજિ સરવે ઑફ ઈન્ડિયાએ પણ શોધી હતી. એક માન્યતા અનુસાર, મથૂરા છોડ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતના દ્વારકામાં નવું નગર વસાવ્યું હતું, જેનું પહેલાનું નામ કુશસ્થલી રાખવામાં આવ્યું હતું.

બિપોરજાેયના સંકટ વચ્ચે એવી ચર્ચા છે કે, શું ભગવાન શ્રીકૃષ્ણની તે દ્વારકાનગરી પણ કોઈ વિનાશકારી વાવાઝોડાનો શિકાર બની હતી અને મોટા વિનાશ બાદ દરિયામાં ડૂબી ગઈ હતી? થોડા વર્ષો પહેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓસિયનોગ્રાફીને દરિયાની અંદર પ્રાચીન દ્વારકાના અવશેષ મળ્યા હતા. કહેવાય છે કે, અનેક દ્વારોનું આ શહેર હોવાના કારણે તેનું નામ દ્વારકા પડ્યું હતું. તેના કારણે આજે પણ આ શહેરને દ્વારકા અને દેવભૂમિદ્વારકાના નામે ઓળખવામાં આવે છે.

જ્યારે મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, દરિયાની અંદર તપાસ કરતા પુણેની કૉલેજને ૩,૦૦૦ વર્ષ જૂના વાસણ મળ્યા હતા. ત્યારબાદ હવે આર્કિયોલૉજિક સરવે ઑફ ઇન્ડિયાએ અહીં તપાસ શરૂ કરી હતી. તો તેમને સિક્કાની સાથે ગ્રેનાઈટના સ્ટ્રક્ચર મળ્યા હોવાની પુષ્ટિ થઈ હતી.

પુણેની એક કૉલેજના આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટ અને પછી ને દ્વારકા નગરીના અવશેષ મળ્યા પછી ૨૬ જુલાઈ ૨૦૧૮એ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પત્ર લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો હતો કે, આ ઐતિહાસિક નગરીના પુનઃનિર્માણ માટે પત્ર લીધો હતો. તેમાં સ્વામીએ લખ્યું હતું કે, ડૉ. એસ. આર. રાવના નેતૃત્વ પ્રદૂષણ રિસર્ચ ટીમને ગુજરાતના દરિયાઈ તટથી ૨૦ કિલોમીટર દૂર અને ૪૦ મીટર ઊંડાણમાં ઘણી બધી વસ્તુઓ મળી છે, જેનાથી જાણ થઈ હતી કે, આ દ્વારિકાનગરીના અવશેષ છે, પરંતુ તે સમયે યુપીએ સરકારે ફંડ ન આપ્યું અને તેમાં કોઈ રસ ન દેખાડ્યો.

આવામાં જ્યારે તે સાબિત થઈ રહ્યું છે કે, મહાભારત યુદ્ધના ૧,૭૦૦ વર્ષ પછી ૧,૪૪૩માં દ્વારિકા શહેર ડૂબી ગયું હતું તો આ વિશ્વમાં ભારત એ સૌથી જૂની સભ્યતા હોવાનો ઘણો મોટો પૂરાવો છે. આ માટે દ્વારકા નગરીનું પુનઃનિર્માણ કરાવવામાં આવે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણ મથૂરાથી ગુજરાત પહોંચ્યા હતા અને તેઓ અહીં ૩૬ વર્ષ રહ્યા હતા. તેમણે જ્યારે અહીંથી વિદાય લીધી હતી તો દ્વારકા નગરી ડૂબી ગઈ અને યદુવંશનો એક મોટો કુળ નાશ પામ્યો હતો.

એવું પણ કહેવાય છે કે, મહાભારત યુદ્ધ પછી કૌરવોનાં માતા ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે, જેવી રીતે કૌરવાનો નાશ થયો તેવી જ રીતે યદુવંશનો નાશ થાય. તો બીજી માન્યતા એ છે કે, ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબને કેટલાક ઋષિઓએ શ્રાપ આપ્યો હતો. તેના કારણે દ્વારકા ડૂબી ગઈ હતી.

તેવામાં અત્યારે જ્યારે બિપોરજાેય વાવાઝોડું દ્વારકા, પોરબંદર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તેવામાં પ્રશ્નો એ ઊભા થઈ રહ્યા છે કે, શું ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા પણ કોઈ વાવાઝોડાનો શિકાર બની હતી કે, જે હંમેશા માટે દરિયામાં સમાઈ ગઈ હતી. તેના ઘણા એવા અવશેષો અનેક સંસ્થાઓ પછી હવે છજીૈંને પણ મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

દ્વારકાથી ૩૦ કિલોમીટર પર જ્યાં આજે પણ બોટથી જવું પડે છે. ત્યાં એક લાંબો પૂલ બની રહ્યો છે. તેને સિગ્નેચર બ્રિજ કહેવામાં આવશે. મુંબઈની સિલિંકની જેવો આ બ્રિજ દેખાશે. આ સાથે જ સરકાર અહીં વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાનું પણ વિચારી રહી છે. દ્વારકામાં રહેતા લોકો એવું માની રહ્યા છે કે, અત્યાર સુધી ગુજરાતમાં અનેક વાવાઝોડા અને ભૂકંપ આવ્યા, પરંતુ દ્વારકામાં એક ખરોચ પણ નથી આવી. તો આ વખતે પણ ભગવાન દ્વારકાધીશ જ દ્વારકાની રક્ષા કરશે. લોકોએ આ માટે દ્વારકાધીશ મંદિરમાં વધુ એક ધ્વજા પણ ચઢાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.