Western Times News

Gujarati News

રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકામાં વરસાદ પડ્યો

અમદાવાદ, વાવાઝોડુ બિપરજાેય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે તેને ટક્કર આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ પહેલા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. દરમિયાન, બુધવારે (૧૪ જૂન) ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થયો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વાવાઝોડા પહેલા ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જાેવા મળ્યો છે.

સરકારે બહાર પાડેલા ડેટા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૧૫ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો, કેશોદમાં પોણા ૨ ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ, ખાંભા, કલ્યાણપુર, જામકંડારણામાં એક ઈંચ વરસાદ, માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે.

આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. અમરેલી, ભાવનગર, જુનાગઢના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું છે. બિપરજાેય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે સવારે ૬ કલાકે લેટેસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જે અનુસાર બિપરજાેય વાવાઝોડું ૫ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

કચ્છના જખૌ પોર્ટથી પશ્ચિમ દક્ષિણપશ્ચિમમાં ૨૦૦ કિ.મી દૂર છે વાવાઝોડું. જ્યારે વાવાઝોડુ દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમ – દક્ષિણપશ્ચિમમાં ૨૨૦ કિ.મી દુર છે. તો કચ્છના નલિયાથી પશ્ચિમ – દક્ષિણપશ્ચિમમાં ૨૨૫ કિ.મી દૂર છે. વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમમાં ૨૯૦ કિ.મી દુર છે.

પાકિસ્તાનના કરાંચીથી દક્ષિણ -દક્ષિણપશ્ચિમ તરફ ૨૯૦ કિ.મી દૂર છે વાવાઝોડુ. વાવાઝોડું ગુજરાતની ખુબ નજીક પહોંચ્યું છે. બિપરજાેય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના સવારના લેટેસ્ટ બુલેટીનમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેરા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજાેય’ ને ધ્યાનમાં રાખીને ચક્રવાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો ને રદ્દ, આંશિક રીતે રદ્દ કરવાનો ર્નિણય લેવાયો છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોનાં ટ્રેન મુસાફરો માટે વિવિધ સંરક્ષા અને સુરક્ષાની સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. વર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર હવે ૭ ટ્રેનોને રદ્દ, ૩ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટની અને ૪ ટ્રેનોને શોર્ટ ઓરજીનેટ કરવામાં આવશે. આ સાથે, ચક્રવાત ‘બિપરજાેય ને ધ્યાનમાં રાખીને મુસાફરો અને ટ્રેન કામગીરીમાં સુરક્ષાના સંબંધમાં સાવચેતીના પગલા તરીકે ૭૬ ટ્રેનો રદ્દ, ૩૬ ટ્રેનો ને શોર્ટ ટર્મિનેટ માટે જ્યારે ૩૧ ટ્રેનો ને શોર્ટ ઓરીજીનેટ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.