Western Times News

Gujarati News

મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના થયા ઢગલે ઢગલા

ભાવનગર, ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું, સફેદ તલ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ મગફળીનું વાવેતર આશરે ૪,૨૧૨ હેક્ટર કરતા પણ વધારે થયું છે.

ભાવનગર જિલ્લાના કુલ ૫૩,૫૪૭ હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકામાં જ ૨૩,૪૨૧ હેક્ટરનું કુલ ઉનાળુ વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે બાજરી ૪,૮૫૦ હેક્ટર, મગફળી ૪,૨૧૨ હેક્ટર, જીરું ૨૦૦ હેક્ટરથી વધારે, તલ ૩,૭૭૪ હેક્ટર, મગ ૭૪૬ હેક્ટર, અડદ ૨૮૪ હેક્ટર, ડુંગળી ૪૦૨ હેક્ટર, શાકભાજી ૮૩૨ હેક્ટર, શેરડી ૬૯ હેક્ટર , ઘાસચારો ૮,૨૫૨ હેક્ટર અને મકાઈ ૨૭ હેક્ટરનું વાવેતર થયું છે.

ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ ૭૭ રૂપિયા રહ્યા હતા, અને ઊંચા ભાવ ૨૯૦ રૂપિયા સુધીના બોલાયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં, સફેદ ડુંગળીના કટ્ટા આવક થઈ હતી. મણના નીચા ભાવ ૨૭૨ રહ્યા હતા અને ઊંચા ભાવ ૩૩૧ રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ૨.૯૭૯ કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ૭૭ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૨૯૦ રૂપિયા સુધીના રહ્યા હતા.

નારિયેળના ૧૯૯૩૦ નંગની આવક થઈ હતી. મણના નીચા ભાવ ૫૯૦ રહ્યા હતા અને ઉંચા ભાવ ૧૮૭૦ રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના ૭૬ કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ૫૦૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૯૮૦ રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ૭૭૬ કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ૩૬૬ રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૮૧ રૂપિયા સુધીના રહ્યા હતા.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીના ૩૮૮ કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ૩૬૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૪૮૮ રૂપિયા સુધીના રહ્યા હતા, મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ૬૯ ગાંસડીની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ૮૦૦ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઉંચા ભાવ ૧,૪૩૨ સુધીના રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.