Western Times News

Gujarati News

બ્રિટનના વડાપ્રધાન સુનકે બુલેટપ્રૂફ જેકેટ પહેરીને ગેરકાયદેસર વસાહતી પર દરોડા પાડ્યા

બ્રિટનમાં ગેરકાયદેસર વસાહતી સામે કરાયેલી કડક કાર્યવાહી- ૨૦ દેશોના ૧૦૫ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

(એજન્સી)લંડન, બ્રિટનમાં ગેરકાયદેસર વસાહતીઓ વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં વડાપ્રધાન ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો.

પીએમ સુનકને બુલેટપ્રૂફ જેકેટ પહેરીને જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે અમલીકરણ અધિકારીઓની સાથે કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો. દેશવ્યાપી સર્ચ ઓપરેશનમાં, ૨૦ દેશોના ૧૦૫ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે આવતા વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કદાચ તેમની સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પીએમ સુનક બ્રેન્ટ પહોંચ્યા, જ્યાં તેમણે બુલેટપ્રૂફ જેકેટ પહેરીને એક્શન અભિયાનમાં ભાગ લીધો.

બ્રિટિશ પીએમે ટ્‌વીટ કર્યું કે ગુરુવારે હું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ પરની કાર્યવાહીમાં અમલીકરણ અધિકારીઓ સાથે જાેડાયો. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે અહીં કોણ આવે છે અને કોણ નહીં આવે તે આ દેશે નક્કી કરવું જાેઈએ. પીએમનો મુખ્ય ઉદ્દેશ્ય અપરાધી ગેંગ પર કાર્યવાહી કરવાનો છે.

તે જ સમયે, બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને કહ્યું કે ગેરકાયદેસર કામદારો દ્વારા અમારા સમુદાયોને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આના કારણે ઈમાનદાર કામદારોને બેરોજગારીનો સામનો કરવો પડે છે. આના કારણે લોકોના ખિસ્સા પર ભારે અસર પડી રહી છે કારણ કે આ લોકો ટેક્સ ભરતા નથી.

તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે અમે અમારા કાયદા અને સરહદોનો દુરુપયોગ રોકવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે જાણીએ છીએ કે કાળા બજારની રોજગારી સ્થળાંતર કરનારાઓ માટે સારી છે પરંતુ તે બ્રિટનને નુકસાન પહોંચાડે છે. તે દેશના ગેરકાયદેસર અને ખતરનાક પ્રવાસોને પ્રોત્સાહન આપે છે. અમે આ સહન નહીં કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.