Western Times News

Gujarati News

ઉત્તર ભારતમાં કાળ બની ગરમી: હિટવેવથી ૯૮ લોકોનાં મોત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બિહારના જિલ્લાઓમાં હીટવેવથી રાહત મળવાની કોઈ આશા નથી

(એજન્સી)પટણા, અહીં દિવસ દરમિયાન અગન ગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે. સૂર્યના આવા તાપને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને રાજધાની પટના, ગયા, શેખપુરા સહિત ઘણા જિલ્લા એવા છે જ્યાં પારો ઝડપથી વધી રહ્યો છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે વરસાદ ક્યારે પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લુએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે (ૈંસ્ડ્ઢ વરસાદની આગાહી). આ વખતે રાજ્યમાં સૌથી વધુ સમય સુધી હીટવેવની અસર જાેવા મળી હતી.

પટના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર શનિવારે રાજ્યમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. રાજ્યમાં ૧૮ સ્થળોએ આકરી ગરમીની અસર જાેવા મળી રહી છે. ઓછામાં ઓછા ૧૧ જિલ્લામાં શનિવારે તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. શેખપુરા સૌથી ગરમ હતું જ્યાં શનિવારે મહત્તમ તાપમાન ૪૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બીજી તરફ કિશનગંજમાં પારો સૌથી નીચો હતો, જ્યાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી નોંધાયું હતું. ગયા, પટના, ભોજપુર, બાંકા, ખાગરિયામાં જાેરદાર ગરમી પડી રહી હતી. આ તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી ગયો હતો.

પટના હવામાન કેન્દ્રના રેકોર્ડ અનુસાર વર્તમાન ગરમીનું મોજું ૩૧ મેથી શરૂ થયું હતું. દક્ષિણ બિહારના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસમાં પણ તીવ્ર ગરમી ચાલુ રહેવાની શક્યતા છે.

પટના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક આશિષ કુમારસિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી લાંબી હીટવેવ છેલ્લી વખત ૨૦૧૨માં જાેવા મળી હતી. તે સમયે હીટવેવ ૧૯ દિવસ સુધી ચાલી હતી. આ વખતે ૩૧ મેથી આકરી ગરમી અને હીટવેવથી લોકો પરેશાન છે. તેવામાં હજુ ત્રણ દિવસ આવુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ૨૨ જૂનથી વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર રાજ્યના કેટલાક શહેરોમાં જાેવા મળી શકે છે. ચોમાસું ૧૯થી ૨૨ જૂનની વચ્ચે પૂર્વ ભારતમાં પહોંચવાની ધારણા છે.

જાેકે, હવામાન વિભાગે પટના-ગયા સહિત નજીકના જિલ્લાઓમાં વરસાદ અંગે કંઈ કહ્યું નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તાજેતરના સમયમાં પાટનગરના રહેવાસીઓને ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.

રાજયમાં હાલ ઈન્ટરસ્ટેટ સ્પોટર્સ ઈવેન્ટ ચાલી રહી છે જેમાં અસહ્ય ગરમીના કારણે એક મહિલા રમતવીર બેભાન થઈ ગઈ હતી જયારે અન્ય ખેલાડીઓની પણ તબિયત લથડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.