Western Times News

Gujarati News

Cyclone: રાજસ્થાનમાં ડેમ-કેનાલમાં ભંગાણઃ ૩ જિલ્લામાં પૂર, રેલવે ટ્રેક ધોવાઈ ગયો

બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રસ્તાઓને નુકશાન થયું- રેલવે ટ્રેક ધોવાયોઃ કેટલીક ટ્રેનો રદ કરાઈ

રાજસ્થાનમાં ‘બિપોરજાેય’વાવાઝોડાએ તબાહી મચાવી

(એજન્સી) બાડમેર, અરબ સાગરમાંથી નીકળેલા ચક્રવાત બિપરજાેય ગુજરાત બાદ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. તેની અસરને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા ૩૬ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૧૦ થી ૧૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

https://westerntimesnews.in/news/268426/some-trains-from-ahmedabad-were-canceled-due-to-heavy-rains-in-jodhpur/

જાલોર જિલ્લાના સાંચોરમાં સુરવા ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ડેમ તૂટવાને કારણે નર્મદા લિફ્ટ કેનાલમાં પાણી વધવાથી તેમાં ભંગાણ થયું છે. હવે સૌથી મોટુ જાેખમ સાંચોર શહેર પર તોળાઈ રહ્યું છે. શનિવારે રાત્રે ડેમ તૂટવાની માહિતી મળતા જ સમગ્ર શહેરને ખાલી કરાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

સાંચોર શહેરથી ડેમનું અંતર ૧૫ કિમી છે, જ્યારે શહેરની વસ્તી ૫૦ હજાર છે. જયપુરથી આ શહેરનું અંતર ૫૦૦ કિમી છે. બાડમેર જિલ્લાના સેડવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગંગાસરા ગામના તળાવમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે. બિપરજાેયના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

જયપુરમાં રવિવાર સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરની સાથે જયપુર ડિવિઝનના દૌસા, અલવર જિલ્લામાં ભારે વરસાદને કારણે હવામાન બદલાયું છે. સુરવા ડેમ તૂટવાને કારણે સાંચોર પર વધ્યું જાેખમ, મોડી રાત્રે મકાનો અને દુકાનો ખાલી કરાવવામાં આવી.

સાંચોરમાં છેલ્લા ૩૬ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે અહીં બનેલા સુરવા ડેમમાં પણ ગુજરાત તરફથી સતત પાણી આવી રહ્યું હતું. વધુ પડતા પાણીના ભરાવાને કારણે શનિવારે મોડી રાત્રે ડેમ તૂટી ગયો હતો. આ પાણી શહેર તરફ આગળ વધી રહ્યું છે.

શહેરમાં અચાનક પાણી આવી ગયાની માહિતી મળતાં મોડી રાત્રે ૨ વાગ્યાથી લોકોએ બજારમાં પોતાની દુકાનો ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે જવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

સુરવાથી હાડેતર થઈને પાણી જાજુસણ પહોંચ્યું. જે બાદ આગામી ભારતમાલા એક્સપ્રેસ વે રોડ બ્રિજ થઈ સાંચોર તરફ રાત્રે ૪ વાગે આગળ વધ્યું હતું, પરંતુ નર્મદા કેનાલની સાંચોર લિફ્ટ કેનાલમાં વધુ પાણી હોવાથી તે પણ તૂટી ગઈ હતી.

હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર, બિપરજાેયની અસર આજે સાંજથી આવતીકાલે સવાર સુધી અજમેર, જયપુર, ટોંક, સવાઈ માધોપુર સહિતના નજીકના જિલ્લાઓમાં જાેવા મળશે. આ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે વરસાદ પડશે.

આ પછી ૧૯ અને ૨૦ જૂને તેની અસર ભરતપુર, કોટા વિભાગના જિલ્લાઓમાં જાેવા મળશે.આવતીકાલે ચક્રવાત અને નબળા પડતા ડિપ્રેશન વેલ માર્કથી લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થશે. ચક્રવાત હાલમાં ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

બાડમેર જિલ્લાના સેડવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગંગાસરા ગામના તળાવમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે. વરસાદના ભરાયેલા પાણીમાં કુલ પાંચ બાળકો નાહવા માટે તળાવમાં પડ્યા હતા. બે બાળકો પાણીમાં ડૂબી ગયા બાદ બાકીના ત્રણ મિત્રોએ ઘરે જઈને પરિવારજનોને જાણ કરી હતી.

ગ્રામજનોની મદદથી પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી સેડવા હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યા હતા. એસઆઈ લુણારામના જણાવ્યા અનુસાર, દીપ સિંહના પુત્ર ક્રિપાલ સિંહ (૮) અને ગંગાસરાના રહેવાસી ચૈન સિંહના પુત્ર ખેત સિંહ (૭)નું મૃત્યુ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.