Western Times News

Gujarati News

કુંભ મેળા માટે 6 દિવસ માટે 800 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે

File Photo

રેલવેએ યોજાનારા કુંભ મેળાની તૈયારીઓ શરૂ કરી-કુંભ ૨૦૨૫માં ૧૫ કરોડથી વધુ યાત્રિકો આવવાની આશા છે.

(એજન્સી)પ્રયાગરાજ, રેલવેએ જાન્યુઆરી ૨૦૨૫માં પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળાની તૈયારીમાં લાગી ગયું છે. શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પહોચી શકે તે માટે ૮૦૦થી વધુ વિશેષ ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ છે. વિશેષ ટ્રેન અને અન્ય યાત્રી સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઉત્તર રેલવેના મુખ્ય મથક બરોડા હાઉસ ખાતેથી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. Kumbh Mela 2025: Indian Railways commences Rs 837-cr project, 800 Mela special trains in the offing

રેલવે મંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી ૨૦૨૫ના ૬ મુખ્ય દિવસ માટે ૮૦૦ થી વધુ મેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.
કુંભ ૨૦૨૫માં ૧૫ કરોડથી વધુ યાત્રિકો આવવાની આશા છે. આવનાર મુસાફરોની સુવિધાઓ સહિત વિવિધ કામો માટે રૂ. ૮૩૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રાળુઓના ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે કુલ નવ સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલવે મંત્રીએ કંટ્રોલ ઓફિસનું પણ નિરીક્ષણ કર્યું અને કંટ્રોલ ઓફિસના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનની અવરજવરની સરક્ષા માટે પણ નિર્દેશ આપ્યા છે અને કહ્યું કે તેની સાથે બાંધછોડ ન કરવી જાેઈએ, સાફ સફાઈ અને અન્ય સમસ્યાઓને યોગ્ય કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કુંભની તૈયારીઓને લઈ તમામ કામ સમય પર પુરા થવા જાેઈએ, રેલવે અત્યારે ઉનાળા માટેની સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું છે. આ સિવાય સમય સમય પર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરે છે. જેનાથી લોકોને આવવા જવા માટે અસુવિધાઓને સામનો કરવો પડે નહિ.

ત્રણેય ઝોનલ રેલવે રેલ ઓવર બ્રિજ અને રેલ અન્ડર બ્રિજના નિર્માણ માટે અને સ્ટેશનો પર મુસાફરોની સુવિધા વધારવા માટે ૮૩૭ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આગામી ડિસેમ્બર સુધીમાં તમામ સંબંધિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.