Western Times News

Gujarati News

વિદેશમાં અભ્યાસ માટે મહત્વની ગણાતી TOEFL કેનેડાએ માન્ય કરી

નવી દિલ્હી, અમેરિકા-કેનેડા જવાનો ગાંડો ક્રેઝ ફાટી નીકળ્યો છે. ગમે તે પ્રકારે અમેરિકા અને કેનેડા જવુ જ છે. ૨૧ ની ઉંમર વટાવી લો, એટલે દરેક યુવાને કેનેડા જવાની ચળ ઉપડે છે. પરંતુ કેનેડા જવાના ખ્વાબ માટે લાખો ખર્ચી નાંખનારા યુવા એ નથી જાણતા કે કેનેડા જવાનુ સપનુ કેટલુ બદતર છે. કારણ કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ઈન્ડિયન યુવા કેનેડામાં ઠલવાઈ રહ્યા છે.

કેનેડા જવા માટે IELTSની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. IELTSમાં સારો સ્કોર આવે તો જ કેનેડા જવાના રસ્તા ખૂલે છે. પરંતુ દરેક વ્યક્તિ IELTSની પરીક્ષા પાસ કરી શક્તુ નથી. કેટલાક લોકો એવા છે જે IELTS ક્લિયર કરી શક્તા નથી. પરંતુ જાે IELTSને કારણે તમારું કેનેડા ડ્રીમ અટક્યુ હોય તો તમારી પાસે એક બીજાે રસ્તો પણ છે. IELTS વગર પણ કેનેડા જઈ શકાય છે. કેનેડા સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટેના વીઝાના નિયમોમાં સતત ફેરફારો કરતુ રહે છે. જેમાંથી એક ફેરફાર છે TOEFL iBT સ્કોર. આ સ્કોર શું છે તે જાણી લઈએ.

વિદેશમાં અભ્યાસ માટે મહત્વની ગણાતી TOEFL હવે કેનેડાની સરકારે પણ માન્ય કરી છે. બહુ ઓછા લોકોને આ વસ્તુની ખબર હોય છે કે હવે આ પરીક્ષા પણ માન્ય ગણાય છે. કેનેડાએ અંગ્રેજીના ટેસ્ટ માટે નિયમોમાં એક ફેરફાર કર્યો છે. હવેથી કેનેડાનની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS)માં હવે TOEFL ટેસ્ટના સ્કોરને પણ સ્વીકારવામાં આવશે.

અત્યાર સુધી કેનેડામાં પ્રવેશ મેળવવા માટે IELTSએ એકમાત્ર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ વિકલ્પ હતો. પરંતુ બધા લોકો IELTSમાં સારો સ્કોર મેળવી શક્તા નથી. જેને કારણે લોકોનું કેનેડા જવાનું સપનુ રગદોળાય છે. તેથી નવા નિયમ મુજબ, હવે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૩થી વિદ્યાર્થીઓ પોતાની SDS અરજીઓ માટે TOEFL iBT સ્કોરને મોકલી શકશે. થોડા સમય પહેલા જ કેનેડા સરકારે તેની જાહેરાત કરી છે કે, કેનેડામાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ તરીકે TOEFLની માન્યતાને મંજૂરી આપવામાં આવી છે.

૧૦ ઓગસ્ટ, ૨૦૨૩ થી ભારતીય વિદ્યાર્થીઓ માટે TOEFL iBTનો સ્કોર માન્ય ગણાશે. આ ફેરફારો ૨૬ જુલાઈથી અમલમાં આવશે. સત્તાવાર જાહેરાત પ્રમાણે TOEFLની  ટેસ્ટમાં અગાઉ એક ટૂંકું વાંચન સેક્શન રાખવામાં આવતું હતું તેની જગ્યાએ એકેડેમિક ચર્ચાઓ માટેના લેખનનું એક નવું સેક્શન ઉમેરવામાં આવશે. આ ઉપરાંત જે ટેસ્ટ ક્વેશ્ચન પર કોઈ માર્ક આપવામાં આવતા નથી તેને પણ દૂર કરવામાં આવશે.

દુનિયાના ૧૬૦થી વધારે દેશોમાં ૧૨૦૦૦થી વધારે સંસ્થાઓમાં TOEFLને માન્ય રાખવામાં આવે છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં તેને માન્ય ગણવામાં આવે છે. આ ઉપરાંત યુકેની ૯૮ ટકા યુનિવર્સિટીઓ TOEFLના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપતી હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.