Western Times News

Gujarati News

પિતાના અંતિમ સંસ્કારમાં સ્મશાનમાં બે ભાઈઓને હિટસ્ટ્રોક, એકનું મોત

share broker suicide

પ્રતિકાત્મક

પટના, બિહારના અલગ-અલગ જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે રવિવારે પિતાના અંતિમ સંસ્કાર માટે ભોજપુર જિલ્લામાંથી બક્સર સ્મશાન પહોંચેલા બે ભાઈઓ પણ હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. ઉતાવળમાં બંનેને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આ ઘટનામાં પટના રિફર કર્યા બાદ રસ્તામાં જ એક પુત્રનું મોત થયું હતું. અને બીજા પુત્રને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મળતી માહિતી પ્રમાણે ભોજપુર જિલ્લાના દિઘા ગામના રહેવાસી રાજનાથ સિંહનું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હતું.

અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના લોકો બક્સર સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. રાજનાથ સિંહને પણ બે પુત્રો હતા. અહીં અંતિમ સંસ્કાર દરમિયાન બંનેને હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ સમગ્ર મામલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડો.રાજીવ ઝાએ જણાવ્યું કે,

છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો સતત ગરમીના કારણે સ્ટ્રોકનો ભોગ બની રહ્યાં છે. રવિવારે એક જ પરિવારના બે દર્દીઓ આવ્યા હતા. તેઓ અગ્નિસંસ્કારમાં હાજરી આપવા ગયા હતા જેમાં બંને ત્યાં પડી ગયા હતા. અમે અહીં આવ્યા તે પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજાની હાલત ચિંતાજનક હતી. એક દર્દી હોસ્પિટલ આવ્યો ત્યારે તેને તાવ ૧૦૮ ડિગ્રી હતો. હવે તેની તબિયત સારી છે.

સ્મશાનભૂમિ પર હાજર હૃષિકેશ રાયે જણાવ્યું કે, જ્યારે તેઓ આવ્યા ત્યારે ૧૦-૧૫ લોકોને અગ્નિ સંસ્કાર આપવામાં આવી રહ્યો હતો.

બે કલાક પછી આંકડો ૫૦ પર પહોંચ્યો હતો. સ્મશાનભૂમિ પર હાજર નગર પરિષદ વતી રસીદ કાપી રહેલા ઉપેન્દ્ર પાંડેએ જણાવ્યું કે, ત્રણ-ચાર દિવસ પહેલા મૃતદેહોની સંખ્યા ૩૦ થી ૩૫ હતી. હવે મૃતદેહોની સંખ્યા ૭૦ થી ૮૦ અને ૯૦ સુધી પહોંચી રહી છે. જાે કે, આટલા મૃત્યુ અંગે હજુ સુધી કોઇ વહીવટી પુષ્ટિ કરવામાં આવી રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.