દેઓલ પરિવારે ઉલ્લાસભેર કર્યું દ્રિશા આચાર્યનું સ્વાગત
મુંબઈ, દેઓલ પરિવાર માટે ૧૮ જૂનનો દિવસ ખૂબ ખાસ હતો. આ દિવસે સની દેઓલના લાડલા દીકરા કરણ દેઓલના લગ્ન થયા છે. કરણ દેઓલે દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. લગ્નના કેટલાય ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને તેની ચર્ચા થઈ રહી છે. દેઓલ પરિવારે ધામધૂનથી દ્રિશાનું સ્વાગત કર્યું છે. ૧૮ જૂને બપોરે લગ્ન થયા બાદ રાત્રે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.
જેમાં સલમાન ખાન-આમિર ખાનથી માંડીને રણવીર-દીપિકા, શત્રુઘ્ન સિન્હા જેવા સેલેબ્સે હાજરી આપી હતી. સની અને બોબી દેઓલ બંને દીકરાઓના પિતા છે ત્યારે પરિવારમાં વહુ સ્વરૂપે દીકરીનું આગમન થતાં તેઓ ખૂબ ખુશ છે. સની દેઓલે વહુને દીકરી ગણાવતાં સુંદર પોસ્ટ મૂકી છે.
કરણ અને દ્રિશાના લગ્નની તસવીરો શેર કરતાં સની દેઓલે લખ્યું, “આજે મને સુંદર દીકરી મળી છે. તમારા પર ઈશ્વરની કૃપા રહે મારા બાળકો. ગોડ બ્લેસ.” આ સાથે જ સની દેઓલે પોતાને સૌથી ખુશ પિતા ગણાવ્યા છે. બોબીએ દેઓલે પણ પુત્રવધૂ પર પ્રેમ વરસાવતા તેને દીકરી ગણાવી છે.
બોબી દેઓલ દ્રિશા અને કરણ સાથેની સુંદર તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તો બોબી કરણના ગાલ પર વહાલભર્યું ચુંબન આપતા જાેવા મળે છે. તસવીરોમાં બોબીની પત્ની તાન્યા પણ દેખાઈ રહી છે. આ ફોટોઝ શેર કરતાં એક્ટરે લખ્યું, “અમારા પરિવારમાં હવે દીકરી આવી હોવાનો આનંદ છે. તમારા બંને પર ઈશ્વરની કૃપા રહે. કરણ દેઓલે પણ પત્ની દ્રિશા સાથેની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. લાલ રંગના લહેંગામાં દ્રિશા અને ક્રીમ રંગની શેરવાનીમાં કરણ ખૂબ જ સરસ લાગી રહ્યા હતા.
સામાન્ય રીતે દુલ્હન હાથમાં ચૂડો પહેરતી હોય છે ત્યારે દ્રિશાએ એક હાથમાં બંગડીઓ અને બીજા હાથમાં ઘડિયાળ પહેરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો. તસવીરો શેર કરતાં કરણ દેઓલે લખ્યું, “તું મારું આજ અને આવતીકાલ છે. આપણી જિંદગીમાં સુંદર સફરની શરૂઆત થઈ છે. અમારા પર સૌએ જે અઢળક આશીર્વાદ વરસાવ્યા છે અને શુભકામનાઓ આપી છે તેનાથી અમે અભિભૂત થયા છીએ. દ્રિશા અને કરણના લગ્નમાં આખો દેઓલ પરિવાર હાજર રહ્યો હતો. ધર્મેન્દ્રના પહેલા પત્ની પ્રકાશ કૌર લગ્નમાં સામેલ થયા હતા.
જાેકે, ધર્મેન્દ્રનાં બીજા પત્ની હેમામાલિની કે તેમની દીકરીઓ ઈશા અને આહાના કરણના લગ્નમાં હાજર નહોતા રહ્યા. થોડા દિવસ પહેલા જ સૂત્રોના હવાલેથી અમારા સહયોગી ઈટાઈમ્સે ટાંક્યું હતું કે, હેમામાલિની ધર્મેન્દ્રના પહેલા પરિવાર અને પ્રકાશ કૌરથી સન્માનજનક અંતર જાળવે છે. તેઓ તેમના પરિવારમાં દખલ નથી દેતા. એટલે જ તેઓ લગ્નમાં સામેલ નહીં થાય.SS1MS