Western Times News

Gujarati News

અક્ષય સાથે લગ્ન કરવા એમ જ નહોતી તૈયાર થઈ ટિ્‌વન્કલ

મુંબઈ, ટિ્‌વન્કલ ખન્ના છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી પડદાથી દૂર છે અને તે રાઈટિંગનું કામ કરતી રહે છે. તેણે પોતાની બૂક પણ પબ્લિશ કરી છે. આ બધાની સાથે-સાથે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અલગ-અલગ મુદ્દા પર ફની પોસ્ટ શેર કરતી રહે છે, જેમાં તે અક્ષય કુમારને પણ બાકાત રાખતી નથી.

જાે કે, રવિવારે ફાધર્સ ડે પર તેણે પતિ માટે એક એપ્રિસિએશન પોસ્ટ શેર કરી હતી અને ફાધર્સ ડેની શુભકામના પાઠવી હતી. જાે કે, રવિવારે ફાધર્સ ડે પર તેણે પતિ માટે એક એપ્રિસિએશન પોસ્ટ શેર કરી હતી અને ફાધર્સ ડેની શુભકામના પાઠવી હતી. તેણે અક્કીનો શર્ટલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તેના એબ્સ દેખાતા હતા તો બીજી તરફ ટિ્‌વન્કરે ઝિકઝેક પ્રિન્ટનું આઉટફિટ પહેર્યું હતું અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે ગોગલ્સ પહેરીને લૂક પૂરો કર્યો હતો.

ટિ્‌વન્કલ ખન્નાએ પોસ્ટની સાથે હૃદયસ્પર્શી કેપ્શન લખ્યું હતું અને તેમા અક્ષય કુમાર સાથે લગ્ન કરવાના કારણનો પણ ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું હતું ‘મિ. કે સાથે લગ્ન કરવાના ઘણા બધા કારણોમાંથી કેટલાક એ પણ હતા કે, તેને તેના પરિવાર સાથેના વ્યવહાર જાેઈને ખાતરી થઈ હતી કે તે એક સારો પિતા બનશે, બીજી તેવી આશા હતી કે મારા ભાવિ બાળકોને તેના કેટલાર સારા જીન્સ મળશે.

તેને ૫૦ની ઉંમર વટાવતો જાેઈ હું તેમ કહીશ કે તેના બાળકો ભાગ્યશાળી રહેશે જાે તેઓ તેની પાસેથી તેના અડધા જેનેટિક મટીરિયલ વારસામાં મેળવશે. તે વ્યક્તિને ફાધર્સ ડેની શુભેચ્છા જે પોતાને કરતાં પરિવારને આગળ રાખે છે’. અક્ષય કુમારે રિપ્લાયમાં લખ્યું હતું ‘આ માટે આઈ લવ યુ ટિના. તે મને લૂક માટે જેનેટિક ડિપાર્ટમેન્ટમાં સાઈન કર્યો છે તેથી હું તને ખાતરી આપું છું કે તે આપણા બાળકોમાં પણ દેખાશે. તેમને વધુ પુસ્તરો વાંચતા કર’.

અર્ચના પુરણ સિંહે આ પોસ્ટ પર રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા. ફેન્સે પણ કોમેન્ટ કરતાં બંનેની જાેડીને સુંદર ગણાવી હતી અને બંને હંમેશા આ જ રીતે સાથે રહો તેમ કહ્યું હતું. બંનેની વાતચીત જાેઈ એક ફેને લખ્યું હતું ‘આ વાત ઘરમાં પણ થઈ શકતી હતી. મજાકને બાજુમાં રાખીએ તો તમારો આ સંવાદ વાંચીને મજા આવી’, એક ફેને વખાણ કરતાં લખ્યું હતું ‘બોલિવુડ ઈન્ડસ્ટ્રીની ઓલ ઈન વન પેર’, તો એકે લખ્યું હતું ‘તમે બંને મારા ફેવરિટ છો. ટિ્‌વન્કલ ખન્ના અને અક્ષય કુમારે ૧૭ જાન્યુઆરી ૨૦૦૧માં લગ્ન કર્યા હતા.

તેઓ દીકરા આરવ અને દીકરી નિતારાના માતા-પિતા છે. ૨૦૦૧માં ટિ્‌વન્કલે એક્ટિંગ છોડવાનો ર્નિણય લીધો હતો અને ૨૦૧૫માં પહેલી બૂક ‘મિસિસ ફનીબોન્સ’ લોન્ચ કરી હતી અને રાઈટિંગ શરૂ કર્યું હતું. જે બાદ ૨૦૧૭માં ધ લેજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ અને પાયજામાસ આર ફોરગિવિંગ લોન્ચ પુસ્તક બહાર પાડ્યું હતું.

અક્ષય કુમારના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે સુનીલ શેટ્ટી અને પરેશ રાવસ સાથે ફિલ્મ ‘હેરા ફેરી ૩’માં દેખાશે. ત્રણેયે ઘણા સમય પહેલાથી જ તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ સિવાય તે ઓહ માય ગોડ ૨ અને બડે મિયાં છોટે મિયાંનો પણ ભાગ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.